વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૭૩ પાન ૧૭૨-પાન ૧૭૩ ફકરો ૨
  • યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • બાપ્તિસ્મા આપનાર યોહાન માર્ગ તૈયાર કરે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુ પાસેથી યોહાન જાણવા માંગે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુનું સેવાકાર્ય વધે છે અને યોહાનનું ઘટે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૭૩ પાન ૧૭૨-પાન ૧૭૩ ફકરો ૨
બાપ્તિસ્મા આપનાર યોહાન યર્દન નદીના કિનારે લોકોને શીખવી રહ્યા છે

પાઠ ૭૩

યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે

ઝખાર્યા અને એલિસાબેતના દીકરા યોહાન મોટા થઈને પ્રબોધક બન્યા. યહોવાએ યોહાન દ્વારા લોકોને જણાવ્યું કે મસીહ આવવાના છે. યોહાને એ સંદેશો સભાસ્થાનોમાં કે શહેરોમાં નહિ, પણ વેરાન પ્રદેશમાં જણાવ્યો. યરૂશાલેમ અને આખા યહૂદામાંથી લોકો તેમની વાત સાંભળવા આવતા હતા. યોહાન તેઓને શીખવતા હતા કે જો તેઓ ઈશ્વરને ખુશ કરવા માંગતા હોય, તો ખરાબ કામો છોડી દે. એ સાંભળીને ઘણા લોકોએ પસ્તાવો કર્યો. તેમ જ યોહાન પાસે યર્દન નદીમાં બાપ્તિસ્મા લીધું.

યોહાન સાદું જીવન જીવતા હતા. તે ઊંટના વાળમાંથી બનેલાં કપડાં પહેરતા હતા. તે તીડો અને જંગલી મધ ખાતા હતા. લોકો જાણવા માંગતા હતા કે યોહાન કોણ છે. અરે! ઘમંડી ધર્મગુરુઓ, એટલે કે ફરોશીઓ અને સાદુકીઓ પણ તેમને જોવા આવતા હતા. યોહાને તેઓને કહ્યું: ‘તમારે જીવન જીવવાની રીત બદલવી પડશે અને પસ્તાવો કરવો પડશે. એવું ન વિચારશો કે તમે ઇબ્રાહિમનાં બાળકો છો એટલે ખાસ છો. એવું પણ ન વિચારશો કે તમે ઇબ્રાહિમનાં બાળકો છો એટલે ઈશ્વરનાં બાળકો છો.’

ઘણા લોકો યોહાન પાસે આવીને પૂછતા: ‘ઈશ્વરને ખુશ કરવા અમારે શું કરવું જોઈએ?’ યોહાને તેઓને કહ્યું: ‘જો તમારી પાસે બે કપડાં હોય, તો જેને જરૂર છે તેને એક કપડું આપો.’ તમને ખબર છે, યોહાને એવું કેમ કહ્યું? તે પોતાના શિષ્યોને સમજાવવા માંગતા હતા કે જો ઈશ્વરને ખુશ કરવા હોય, તો લોકોને પ્રેમ કરવો જોઈએ.

યોહાને કર ઉઘરાવતા લોકોને કહ્યું: ‘ઈમાનદાર બનો અને કોઈને દગો ન આપો.’ તેમણે સૈનિકોને કહ્યું: ‘તમે લાંચ ન લો અને જૂઠું ન બોલો.’

યાજકો અને લેવીઓએ યોહાન પાસે આવીને પૂછ્યું: ‘બધા જાણવા માંગે છે, તું કોણ છે?’ યોહાને કહ્યું: ‘જેમ યશાયાએ ભવિષ્યવાણી કરી હતી, તેમ હું એ અવાજ છું, જે વેરાન પ્રદેશમાં પોકારી રહ્યો છે અને લોકોને યહોવાની તરફ લઈ જઈ રહ્યો છે.’

યોહાન જે શીખવતા હતા એ લોકોને ખૂબ ગમતું હતું. અમુક લોકોને લાગ્યું કે યોહાન જ મસીહ છે. પણ યોહાને તેઓને કહ્યું: ‘મારા કરતાં પણ મહાન કોઈ આવવાના છે. હું તેમના ચંપલ કાઢવાને પણ યોગ્ય નથી. હું તો પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ તે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપશે.’

“આ માણસ એક સાક્ષી તરીકે આવ્યો, જેથી પ્રકાશ વિશે તે સાક્ષી આપે અને બધા પ્રકારના લોકો તેના દ્વારા ભરોસો મૂકે.”—યોહાન ૧:૭

સવાલ: યહોવાએ યોહાનને લોકો પાસે કેમ મોકલ્યા? યોહાનનો સંદેશો સાંભળીને લોકોએ શું કર્યું?

માથ્થી ૩:૧-૧૧; માર્ક ૧:૧-૮; લૂક ૩:૧-૧૮; યોહાન ૧:૧૯-૨૮; યશાયા ૪૦:૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો