ભાગ ચારમાં શું છે?
આ ભાગમાં આપણે યૂસફ, અયૂબ, મૂસા અને ઇઝરાયેલીઓ વિશે જોઈશું. શેતાન તેઓ પર ઘણી મુશ્કેલીઓ લાવ્યો હતો. એમાંના અમુક લોકોએ અન્યાય સહન કરવો પડ્યો, જેલમાં જવું પડ્યું, ગુલામ બનવું પડ્યું અને કુટુંબનાં સભ્યોનાં મરણનું દુઃખ સહન કરવું પડ્યું. એવા સમયે પણ યહોવાએ તેઓને ઘણી રીતે મદદ કરી. તમારા બાળકને એ સમજવા મદદ કરો કે યહોવાના એ ભક્તોએ ઘણી મુશ્કેલીઓ સહન કરી, તોપણ યહોવામાં તેઓની શ્રદ્ધા ઓછી ન થઈ.
ઇજિપ્ત પર દસ આફતો લાવીને યહોવાએ બતાવ્યું કે તે ઇજિપ્તનાં બધાં દેવી-દેવતાઓ કરતાં ઘણા શક્તિશાળી છે. બાળકને એ જોવા પણ મદદ કરો કે જૂના જમાનામાં યહોવાએ પોતાના લોકોને કઈ રીતે બચાવ્યા અને આજે પણ પોતાના લોકોને કઈ રીતે બચાવે છે.