ભાગ અગિયારમાં શું છે?
આ ભાગમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં બનેલી ઘટનાઓ વિશે જોઈશું. ઈસુનો જન્મ નાના શહેરમાં રહેતા ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના પિતા સુથાર હતા અને ઈસુ તેમની સાથે કામ કરતા હતા. ઈસુ જ એ માણસ હતા, જે આગળ જતા મનુષ્યોને બચાવવાના હતા. યહોવાએ તેમને સ્વર્ગના રાજ્યના રાજા તરીકે પસંદ કર્યા. તમારા બાળકને સમજવા મદદ કરો કે યહોવાએ સમજી-વિચારીને ઈસુના ઉછેર માટે એક કુટુંબ પસંદ કર્યું. એ કુટુંબના સભ્યો યહોવાની ભક્તિ કરતા હતા અને તેઓના ઘરનો માહોલ સારો હતો. સમજાવો કે યહોવાએ કઈ રીતે ઈસુને હેરોદના હાથમાંથી બચાવ્યા. એ પણ સમજાવો કે યહોવાને પોતાનો હેતુ પૂરો કરતા કોઈ રોકી શકતું નથી. બાળકને શીખવો કે યહોવાએ કઈ રીતે યોહાનને ઈસુ માટે રસ્તો તૈયાર કરવા પસંદ કર્યા. એ ખાસ સમજાવો કે ઈસુને નાની ઉંમરથી જ યહોવાનાં જ્ઞાન અને બુદ્ધિની વાતો ગમતી હતી.