ભાગ બારમાં શું છે?
ઈસુએ લોકોને સ્વર્ગના રાજ્ય વિશે શીખવ્યું. તેમણે તેઓને ઈશ્વરનું નામ પવિત્ર થાય, ઈશ્વરનું રાજ્ય આવે અને ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થાય એ વિશે પ્રાર્થના કરતા પણ શીખવ્યું. તમારા બાળકને સમજવા મદદ કરો કે આપણા માટે એ પ્રાર્થનાનો શું અર્થ છે. ઈસુ શેતાનની વાતોમાં આવ્યા નહિ અને ઈશ્વરને વફાદાર રહ્યા. તેમણે પ્રેરિતોને પસંદ કર્યા અને તેઓ ઈશ્વરના રાજ્યના સૌથી પહેલા સભ્યો બન્યા. ધ્યાન આપજો કે ઈસુને સાચી ભક્તિ માટે કેટલો જોશ હતો. તે બીજાઓને મદદ કરવા માંગતા હતા, એટલે તેમણે બીમાર લોકોને સાજા કર્યા, ભૂખ્યા લોકોને ખવડાવ્યું અને ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. આ બધા ચમત્કારો કરીને તેમણે બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય મનુષ્યો માટે શું કરશે.