ભાગ તેરમાં શું છે?
આપણા જેવા પાપી માણસો માટે ઈસુ આ ધરતી પર આવ્યા હતા. તેમનું મરણ થયું તોપણ તેમણે દુનિયા પર જીત મેળવી. યહોવા પોતાના દીકરાને વફાદાર રહ્યા અને તેમને મરણમાંથી જીવતા કર્યા. ઈસુએ છેલ્લા શ્વાસ સુધી નમ્ર બનીને બીજાઓની સેવા કરી અને બીજાઓની ભૂલો માફ કરી. મરણમાંથી જીવતા થયા પછી તે શિષ્યોને દેખાયા. ઈસુએ તેઓને જે મહત્ત્વનું કામ સોંપ્યું હતું એ કઈ રીતે કરવું એ પણ શીખવ્યું. તમારા બાળકને એ સમજવા મદદ કરો કે આજે આપણને પણ એ કામ કરવાનો જોરદાર લહાવો મળ્યો છે.