ગીત ૪૦
કોની કરીશ ભક્તિ?
૧. કોની કરીશ ભક્તિ?
કોની તું કરીશ સ્તુતિ?
બે ઈશ્વરની નઈ કરાય ભક્તિ
બે માલિકની નઈ થાય ચાકરી
ભક્તિના ભાગ થાય નઈ
દિલના બે હિસ્સા થાય નઈ
દહીં અને દૂધમાં પગ રખાય નઈ
બે નાવડીમાં જવાય નઈ
૨. કોની કરીશ ભક્તિ?
કોની તું કરીશ સ્તુતિ?
યહોવા આપે પ્રકાશ અસલી
દુન્યાની છે રોશની નકલી
લે ઈશ્વરનો પ્રકાશ
આવશે જીવનમાં ઉજાસ
આ દુન્યાથી તું છેડો ફાડી નાખ
ભગવાનની સંગાથે ચાલ
૩. કોની કરું ભક્તિ?
ઈશ્વરની કરું ભક્તિ
છોડાવે પાપના પંજામાંથી
બચાવે મોતના મુખમાંથી
ભગવાન ખાતર જીવું
નિભાવું વચન મારું
હર દિન જયજયકાર ભગવાનનો કરું
રોજ તેની ભક્તિ કરું
(યહો. ૨૪:૧૫; ગીત. ૧૧૬:૧૪, ૧૮; ૨ તિમો. ૨:૧૯ પણ જુઓ.)