ભાગ બે
“તેં મારું મંદિર અશુદ્ધ કર્યું છે”—શુદ્ધ ભક્તિ અશુદ્ધ થઈ ગઈ
ઝલક: યહૂદા અને યરૂશાલેમના લોકોએ યહોવાની ભક્તિ ભ્રષ્ટ કરી નાખી અને તેઓ ખોટાં કામો કરવા લાગ્યા
યહોવાએ ઇઝરાયેલીઓને પોતાની “ખાસ પ્રજા” બનાવી હતી. તે તેઓને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓની સંભાળ રાખતા હતા. (નિર્ગ. ૧૯:૫, ફૂટનોટ) પણ ઇઝરાયેલીઓએ શું કર્યું? તેઓ યહોવાના મંદિરમાં બીજા દેવોની પૂજા કરવા લાગ્યા. એ મંદિર તો યહોવાનું મંદિર હતું. તેઓનાં કામોથી યહોવાનું કાળજું કપાઈ ગયું! તેઓએ યહોવાનું નામ બદનામ કર્યું. ઇઝરાયેલીઓ આટલાં ખરાબ કામોમાં કેમ ડૂબી ગયા? હઝકિયેલે યરૂશાલેમના નાશ વિશે જે ભવિષ્યવાણી કરી, એમાંથી આપણને શું શીખવા મળે છે? તેઓ આજુબાજુની પ્રજા સાથે જે રીતે હળતા-મળતા, એમાંથી આપણે શું શીખી શકીએ?