ભાગ ત્રણ
‘હું તમને ભેગા કરીશ’—શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે એનું વચન
ઝલક: હઝકિયેલની ભવિષ્યવાણીઓ જણાવે છે કે ભક્તિ ફરી શરૂ થશે
ઇઝરાયેલીઓ વેરવિખેર થઈ ગયા છે. તેઓમાં ભાગલા પડી ગયા છે. તેઓ યહોવાને વફાદાર રહ્યા નહિ. તેઓએ શુદ્ધ ભક્તિને અશુદ્ધ કરી નાખી અને યહોવાનું નામ બદનામ કર્યું. તેઓએ પોતાનાં કામોનાં ફળ ભોગવવાં પડ્યાં. એ લોકો પર નિરાશાનાં કાળાં કાળાં વાદળો ઘેરાઈ ગયાં હતાં. પણ યહોવાએ હઝકિયેલ દ્વારા અનેક ભવિષ્યવાણીઓ જણાવી. એનાથી ગુલામીમાં ગયેલા ઇઝરાયેલીઓને લાખો નિરાશામાં એક આશાનું કિરણ દેખાયું. યહોવાએ હઝકિયેલને ચિત્રો અને જોરદાર દર્શનો બતાવ્યાં, જેનાથી ગુલામીમાં ગયેલા ઇઝરાયેલીઓને ખૂબ હિંમત મળી. આજે જે લોકો યહોવાની ભક્તિ ફરી શરૂ થાય એ જોવા તરસે છે, તેઓની હિંમત આ ભવિષ્યવાણીઓથી વધે છે.