ભાગ પાંચ
‘હું લોકો વચ્ચે રહીશ’—યહોવાની ભક્તિ ફરી શરૂ થશે
ઝલક: મંદિરના દર્શનમાં હઝકિયેલે શું જોયું? એનાથી યહોવાની ભક્તિ વિશે શું શીખવા મળે છે?
યહોવાએ પ્રબોધક હઝકિયેલ અને પ્રેરિત યોહાનને અમુક દર્શન બતાવ્યાં હતાં. એ અમુક રીતે એકસરખાં હતાં. એનાથી આપણે શીખીએ છીએ કે યહોવાની ભક્તિ કઈ રીતે કરવી જોઈએ. એ પણ શીખીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય જે નવી દુનિયા લાવશે, એમાં જીવન કેવું હશે.