વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૨૬-૨૭
  • હઝકિયેલ—તેમનું જીવન અને તેમનો જમાનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હઝકિયેલ—તેમનું જીવન અને તેમનો જમાનો
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • તેમના જમાનાના પ્રબોધકો
  • યરૂશાલેમનો નાશ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૨૬-૨૭

બૉક્સ ૨-ખ

હઝકિયેલ—તેમનું જીવન અને તેમનો જમાનો

ચિત્ર

હઝકિયેલ નામનો અર્થ થાય, “ઈશ્વર હિંમત આપે છે.” હઝકિયેલની ભવિષ્યવાણીઓમાં ઘણી બધી ચેતવણીઓ છે. ભવિષ્યવાણીઓનો મુખ્ય સંદેશ તેમના નામના અર્થ જેવો છે. એનાથી ઈશ્વરની શુદ્ધ ભક્તિ કરનારા લોકોની હિંમત બંધાય છે અને શ્રદ્ધા મજબૂત થાય છે.

હઝકિયેલ.

તેમના જમાનાના પ્રબોધકો

  • યર્મિયા.

    યર્મિયા

    તે યાજકના કુટુંબમાંથી હતા. તેમણે મોટા ભાગે યરૂશાલેમમાં સેવા કરી (ઈ.સ. પૂર્વે ૬૪૭-૫૮૦)

  • હુલ્દાહ.

    હુલ્દાહ

    તેમણે લગભગ ઈ.સ. પૂર્વે ૬૪૨માં સેવા કરી. એ સમયે મંદિરમાંથી નિયમશાસ્ત્ર મળ્યું

  • દાનિયેલ.

    દાનિયેલ

    તે યહૂદા કુળના હતા, જેમાંથી રાજાઓ આવ્યા હતા. ઈ.સ. પૂર્વે ૬૧૭માં તેમને બાબેલોન લઈ જવામાં આવ્યા

  • હબાક્કૂક.

    હબાક્કૂક

    તેમણે યહોયાકીમના રાજની શરૂઆતમાં યહૂદામાં સેવા આપી હતી

  • ઓબાદ્યા.

    ઓબાદ્યા

    તેમણે યરૂશાલેમના નાશ વખતે અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી કરી

તેઓએ ક્યારે ભવિષ્યવાણી કરી? (ઈ.સ. પૂર્વે)

હઝકિયેલના જમાનાના પ્રબોધકો વિશે સમય રેખા (ઈ.સ. પૂર્વે).યર્મિયા: ૬૪૭થી આશરે ૫૮૦; હુલ્દાહ: આશરે ૬૪૨; દાનિયેલ: આશરે ૬૧૭થી આશરે ૫૩૭; હબાક્કૂક: આશરે ૬૨૫; હઝકિયેલ: ૬૧૩થી આશરે ૫૯૧; ઓબાદ્યા: આશરે ૬૦૭.

હઝકિયેલના જીવન દરમિયાન બનેલા મુખ્ય બનાવો (ઈ.સ. પૂર્વે)

  1. આશરે ૬૪૩: જન્મ

  2. ૬૧૭: બાબેલોનની ગુલામીમાં ગયા

  3. ૬૧૩: ભવિષ્યવાણી જણાવવાનું શરૂ કર્યું. યહોવાનું દર્શન જોયું

  4. ૬૧૨: દર્શનમાં જોયું કે મંદિરમાં બીજા દેવોની ભક્તિ થતી હતી

  5. ૬૧૧: યરૂશાલેમ વિરુદ્ધ સજાની ભવિષ્યવાણી જણાવવાનું શરૂ કર્યું

  6. ૬૦૯: પત્નીનું મોત. છેલ્લી વખત યરૂશાલેમ ઘેરી લેવાયું

  7. ૬૦૭: યરૂશાલેમના નાશની પાકી ખબર મળી

  8. ૫૯૩: મંદિરનું દર્શન જોયું

  9. ૫૯૧: નબૂખાદનેસ્સાર ઇજિપ્ત ઉપર હુમલો કરશે એવી ભવિષ્યવાણી કરી. પુસ્તક લખવાનું પૂરું કર્યું

યહૂદા અને બાબેલોનના રાજાઓ

  1. ૬૫૯-૬૨૯: યોશિયા રાજાએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવવા જોરશોરથી કામ શરૂ કર્યું. ફારુન નકોહ સાથેના યુદ્ધમાં તે માર્યા ગયા

  2. ૬૨૮: ખરાબ રાજા યહોઆહાઝનું ત્રણ મહિનાનું રાજ. ફારુન નકોહે કેદ કરી લીધો

  3. ૬૨૮-૬૧૮: ફારુન નકોહના હાથ નીચે ખરાબ રાજા યહોયાકીમનું રાજ

  4. ૬૨૫: નબૂખાદનેસ્સારે ઇજિપ્તના લશ્કરને હરાવ્યું

  5. ૬૨૦: નબૂખાદનેસ્સારે યહૂદા પર પહેલી વાર હુમલો કર્યો. તેણે યહોયાકીમને યહૂદાનો રાજા બનાવ્યો, જેથી તે તેને આધીન રહીને રાજ કરે

  6. ૬૧૮: યહોયાકીમે નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. વચનના દેશ પર બાબેલોને બીજી વાર હુમલો કર્યો ત્યારે કદાચ યહોયાકીમ માર્યો ગયો

  7. ૬૧૭: ખરાબ રાજા યહોયાખીનનું ત્રણ મહિનાનું રાજ (બીજું નામ યખોન્યા). તેણે પોતાને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો

  8. ૬૧૭-૬૦૭: નબૂખાદનેસ્સારે દુષ્ટ અને ડરપોક સિદકિયાને રાજા બનાવ્યો, જેથી તે તેને આધીન રહીને રાજ કરે

  9. ૬૦૯: સિદકિયાએ નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. નબૂખાદનેસ્સારે ત્રીજી વાર યહૂદા પર હુમલો કર્યો

  10. ૬૦૭: નબૂખાદનેસ્સારે યરૂશાલેમનો નાશ કર્યો, સિદકિયાને કેદ કર્યો, તેની આંખો ફોડી નાખી અને તેને બાબેલોન લઈ ગયો

પ્રકરણ ૨, ફકરા ૨૮, ૨૯ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો