બૉક્સ ૧૬-ખ
નિસાસા નાખવા અને રડવું, નિશાની કરવી, વિનાશ કરવો—ક્યારે અને કઈ રીતે?
હઝકિયેલના ૯મા અધ્યાયમાં આપણે દર્શન વિશે જોઈ ગયા. એમાં જે લખ્યું છે, એ આજે પણ બને છે. ભવિષ્યમાં કયા કયા બનાવો બનશે, એની સમજણ મેળવવાથી આપણને મદદ મળશે. એમ કરવાથી જ્યારે આ દુષ્ટ દુનિયાનો અંત આવશે, ત્યારે આપણે હિંમતથી ટકી રહીશું
‘નિસાસા નાખવા અને રડવું’
ક્યારે: મોટી વિપત્તિ પહેલાંના છેલ્લા દિવસોમાં
કઈ રીતે: આજે નેક દિલ લોકોને દુષ્ટ દુનિયાનાં નીચ, અધમ કામો જોઈને કેવું લાગે છે? તેઓ પોતાનાં વાણી-વર્તનથી બતાવી આપે છે કે એવાં કામોને સખત નફરત કરે છે. એ લોકો ખુશખબર સાંભળીને સ્વીકાર કરે છે, ઈસુ જેવો સ્વભાવ કેળવતા રહે છે, યહોવાને પોતાનું જીવન સોંપી દઈને બાપ્તિસ્મા લે છે અને ઈસુના ભાઈઓને પૂરેપૂરો સાથ આપે છે
‘નિશાની કરવી’
ક્યારે: મોટી વિપત્તિના સમયે
કઈ રીતે: મંત્રીના શાહીના ખડિયાવાળો માણસ કોને રજૂ કરે છે? એ તો ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે, જ્યારે તે બધાનો ન્યાય કરવા આવશે. મોટા ટોળાના લોકોનો ન્યાય કરીને તેઓને ઘેટાં જેવા ગણવામાં આવશે. તેઓ પર નિશાની કરવામાં આવશે. એનો અર્થ એ થાય કે તેઓ આર્માગેદનમાંથી બચી જશે
‘વિનાશ કરવો’
ક્યારે: આર્માગેદનના સમયે
કઈ રીતે: ઈસુ ખ્રિસ્ત પોતાના સૈન્ય સાથે આવશે. તેમની સાથે સ્વર્ગદૂતો હશે. તેમની સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ પણ હશે. તેઓ આ દુષ્ટ દુનિયાનું નામનિશાન મિટાવી દેશે. પણ જે લોકો યહોવાની પૂરાં દિલથી ભક્તિ કરે છે, તેઓને સુંદર મજાની નવી દુનિયામાં લઈ જશે