બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૬-૧૦
શું બચાવ માટે તમારા પર ચિહ્ન લગાવવામાં આવશે?
પ્રાચીન યરૂશાલેમનો નાશ થયો ત્યારે હઝકીએલની ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતા થઈ. આપણા સમયમાં, એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે?
લહિયાનો ખડિયો લટકાવેલો માણસ ઈસુને રજૂ કરે છે
સંહારક શસ્ત્રો ધારણ કરેલા છ માણસો સ્વર્ગદૂતોને રજૂ કરે છે, જેઓના આગેવાન ઈસુ છે
મહાન વિપત્તિ દરમિયાન જ્યારે મોટા ટોળાનો ન્યાય ઘેટાં તરીકે કરવામાં આવશે, ત્યારે તેઓ પર ચિહ્ન કરાશે