વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૨૧૨
  • જમીનની વહેંચણી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જમીનની વહેંચણી
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • બધા માટે ખાસ જગ્યા, બધાની સેવા અનમોલ
  • એકસરખો હિસ્સો
  • “દેશની વહેંચણી કરો અને એનો વારસો લો”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે’”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • યાકૂબની ભવિષ્યવાણીમાંથી શીખીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • સ્વર્ગ જેવી ધરતી પર જીવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૨૧૨
તાંબાનો બનેલો માણસ હઝકિયેલને દેશની જમીન બતાવે છે, જે વારસા તરીકે મળશે.

બૉક્સ ૨૦-ક

જમીનની વહેંચણી

દર્શનમાં સાફ સાફ બતાવવામાં આવ્યું કે દેશની જમીનની સરહદ કેટલેથી કેટલે સુધીની હશે. એમાં એ પણ જણાવ્યું કે દરેક કુળને ક્યાંથી ક્યાં સુધીની જમીન મળશે. ગુલામીમાં રહેતા યહૂદીઓને એનાથી પાકો ભરોસો બેઠો હશે કે તેઓ પોતાના વહાલા વતનમાં ફરીથી જઈને રહેશે. એ દર્શનથી આપણને પણ ઘણું શીખવા મળે છે. ચાલો એવા બે મુદ્દા પર વાત કરીએ.

નકશામાં દેશની જમીનની સરહદ જોવા મળે છે. હઝકિયેલે જણાવ્યું તેમ, એ જમીન ગુલામીમાંથી પાછા આવેલા લોકોને વહેંચી આપવામાં આવશે. ઉત્તરથી દક્ષિણ સુધી ઇઝરાયેલનાં કુળોને એકસરખી રીતે જમીનનો વારસો વહેંચી આપવામાં આવશે: દાન, આશેર, નફતાલી, મનાશ્શા, એફ્રાઈમ, રૂબેન, યહૂદા, દાનની જમીન, બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલોન અને ગાદ.

બધા માટે ખાસ જગ્યા, બધાની સેવા અનમોલ

દર્શનથી બધા લોકોને કયો ભરોસો થયો? એ જ કે જ્યારે તેઓ ગુલામીમાંથી પોતાના વતન પાછા જશે, ત્યારે દરેકને વારસા તરીકે જમીન આપવામાં આવશે. એવી જ રીતે, આજે ઈશ્વરભક્તોના ‘દેશમાં’ યહોવાના દરેક ભક્ત માટે એક ખાસ જગ્યા છે. ભલે યહોવાના સંગઠનમાં આપણે કોઈ નાનું-મોટું કામ કરતા હોઈએ, પણ યહોવાની નજરે બધા અનમોલ છીએ. આપણે બધા મહત્ત્વના છીએ. યહોવા પોતાના એકેએક ભક્તને દિલોજાનથી ચાહે છે.

એકસરખો હિસ્સો

હઝકિયેલના દર્શનમાં ઇઝરાયેલ દેશની એ જમીન બાર કુળોમાં એકસરખી અને બરાબર રીતે વહેંચવામાં આવી. એ જમીન ઉપજાઉ હતી. એ દેશમાં પાણી પણ પૂરતું હતું. એનાથી બધાને એકસરખો ફાયદો થયો. એવું જ યહોવાએ આજે પણ કર્યું છે. આજે યહોવાના લોકો પોતાના ‘દેશમાં’ રહે છે. એના આશીર્વાદોનો લાભ લેવાનો યહોવાએ બધા ઈશ્વરભક્તોને એકસરખો મોકો આપ્યો છે.

પ્રકરણ ૨૦, ફકરા ૫-૧૧ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો