વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th અભ્યાસ ૧૪ પાન ૧૭
  • મુખ્ય મુદ્દાઓ ચમકાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુખ્ય મુદ્દાઓ ચમકાવો
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • મુખ્ય મુદ્દા પર ફરીથી ધ્યાન આપો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • સારી રીતે પૂરું કરો
    વાંચવાની અને શીખવવાની કળા
વાંચવાની અને શીખવવાની કળા
th અભ્યાસ ૧૪ પાન ૧૭

અભ્યાસ ૧૪

મુખ્ય મુદ્દાઓ ચમકાવો

જણાવેલી કલમ

હિબ્રૂઓ ૮:૧

મુખ્ય વિચાર: સાંભળનારાઓનું ધ્યાન તમારી ટૉક પરથી હટવું ન જોઈએ. તમે એક પછી એક જે મુખ્ય વિચારો શીખવો, એ તમારા વિષયને મળતા હોવા જોઈએ.

કેવી રીતે કરશો:

  • તમે શું શીખવવા માંગો છો એ નક્કી કરો. તમે કેમ ટૉક આપો છો એનો વિચાર કરો. માહિતી આપવા? ખાતરી આપવા? કે કંઈક પગલાં ભરે એ માટે હિંમત આપવા? એ મુજબ તૈયારી કરો. મુખ્ય મુદ્દાઓ તમારા વિષયને ચમકાવે એવા હોવા જોઈએ.

    ઉપયોગી સૂચન

    આનો વિચાર કરો: ‘આ વિષયને લઈને સાંભળનારાઓના મનમાં કેવા સવાલો હશે? તેઓને શું ખૂંચશે? એક સવાલનો જવાબ મળ્યા પછી બીજો કેવો સવાલ ઊભો થશે?’ પછી એ મુજબ તમારા મુદ્દાઓ ગોઠવો. એનાથી લોકો ધ્યાનથી માહિતી સાંભળશે, સમજશે અને સ્વીકારશે.

  • તમારી ટૉકનો વિષય ચમકાવો. તમારા વિષયને આખી ટૉકમાં ગૂંથી લો. એ માટે વિષયના મુખ્ય શબ્દો વારંવાર જણાવો. અથવા એ શબ્દોને મળતા બીજા શબ્દો વારંવાર જણાવો.

  • મુખ્ય મુદ્દાઓને સાદા શબ્દોમાં સમજાવો. તમારા વિષય સાથે ભળતા હોય અને આપેલા સમયમાં ચમકાવી શકતા હો એવા મુદ્દાઓ જ પસંદ કરો. વધારે પડતા મુદ્દાઓ ન વાપરો. દરેક મુખ્ય મુદ્દો ચોખ્ખી રીતે જણાવો. એક પછી બીજા મુદ્દા પર તરત આવી ન જાઓ. બીજો મુદ્દો રજૂ કરો એ પહેલાં જરાક થોભો.

    ઉપયોગી સૂચન

    તમારો મુખ્ય મુદ્દો શરૂઆતમાં જણાવી શકો, જેથી સાંભળનારાઓનું ધ્યાન શરૂઆતથી એમાં રહે. છેલ્લે ફરીથી એ જણાવી શકો, જેથી તેઓને એ યાદ રહે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો