અભ્યાસ ૨૦
સારી રીતે પૂરું કરો
સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪
મુખ્ય વિચાર: સાંભળનારાઓ જે શીખ્યા એ પોતાના જીવનમાં ઉતારે એવું છેલ્લે જણાવો.
કેવી રીતે કરશો:
- છેલ્લે તમારા વિષયને પાછો ચમકાવો. તમારા વિષયના મુખ્ય વિચારો ફરીથી ટૂંકમાં જણાવો અથવા બીજા શબ્દોમાં ચમકાવો. 
- સાંભળનારાઓ કંઈક કરે એ માટે ઉમંગ જગાડો. વ્યક્તિએ શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ એ સમજાવો. તમે જે શીખવો છો એમાં તમને પોતાને વિશ્વાસ છે, ખાતરી છે, શ્રદ્ધા છે એ તમારી વાતમાં દેખાઈ આવવું જોઈએ. 
- તમારા છેલ્લા શબ્દો સાદા અને ટૂંકા રાખો. છેલ્લે કોઈ નવા મુદ્દાઓ ઊભા ન કરો. થોડા શબ્દોથી સાંભળનારાઓને કંઈક પગલાં ભરવાની હિંમત આપો.