વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lmd પાઠ ૧૨
  • સલાહ આપતા અચકાશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સલાહ આપતા અચકાશો નહિ
  • પ્રેમથી શીખવીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ શું કર્યું?
  • ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
  • ઈસુ જેવું કરો
  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ‘જાઓ, શિષ્યો બનાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
પ્રેમથી શીખવીએ
lmd પાઠ ૧૨

શિષ્યો બનાવો

એક માણસ ઈસુ અને તેમના શિષ્યો આગળ ઘૂંટણિયે પડીને કંઈક કહે છે. ઈસુ તેની સાથે પ્રેમથી વાત કરે છે.

માર્ક ૧૦:૧૭-૨૨

પાઠ ૧૨

સલાહ આપતા અચકાશો નહિ

મુખ્ય કલમ: “જેમ તેલ અને ધૂપથી દિલ ખુશ થાય છે, તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.”—નીતિ. ૨૭:૯.

ઈસુએ શું કર્યું?

એક માણસ ઈસુ અને તેમના શિષ્યો આગળ ઘૂંટણિયે પડીને કંઈક કહે છે. ઈસુ તેની સાથે પ્રેમથી વાત કરે છે.

વીડિયો: ઈસુએ ધનવાન આગેવાનને સલાહ આપી

૧. વીડિયો જુઓ અથવા માર્ક ૧૦:૧૭-૨૨ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:

  1. ક. ઈસુએ ધનવાન માણસની કઈ સારી વાતો પર ધ્યાન આપ્યું હશે?

  2. ખ. તેને સલાહ આપવા ઈસુને કેમ હિંમતની જરૂર હતી? એનાથી કઈ રીતે દેખાઈ આવે છે કે ઈસુના દિલમાં તેના માટે પ્રેમ હતો?

ઈસુ પાસેથી શું શીખવા મળે છે?

૨. બાઇબલમાંથી શીખનાર વ્યક્તિ યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકે, એ માટે આપણે અચકાયા વગર પણ પ્રેમથી સલાહ આપીએ.

ઈસુ જેવું કરો

૩. વ્યક્તિને ધ્યેય રાખવા અને એ પૂરા કરવા મદદ કરો.

  1. ક. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના દરેક પાઠમાં આપેલા “આટલું કરો” ભાગનો ઉપયોગ કરો.

  2. ખ. વ્યક્તિએ કદાચ એવો ધ્યેય રાખ્યો હોય જે થોડા સમયમાં પૂરો થઈ શકે અથવા જેને પૂરો કરતા વધારે સમય લાગે. તે પોતાના ધ્યેય કઈ રીતે પૂરા કરી શકે એ માટે તેને મદદ કરો.

  3. ગ. તે જે મહેનત કરે છે, એ માટે તેના વખાણ કરો.

૪. વિચારો કે વ્યક્તિને બાપ્તિસ્મા સુધી પહોંચતા કઈ વાતો રોકે છે, પછી તેને મદદ કરો.

  1. ક. વિચાર કરો:

    • ‘તેને બાપ્તિસ્મા લેતા શું અટકાવે છે?’

    • ‘હું કઈ રીતે તેને મદદ કરી શકું?’

  2. ખ. પ્રાર્થનામાં હિંમત માંગો, જેથી તમે અચકાયા વગર અને પ્રેમથી જણાવી શકો કે તેણે શું કરવું જોઈએ.

૫. વ્યક્તિ ફેરફાર ન કરે તો શીખવવાનું બંધ કરો.

  1. ક. બાઇબલ અભ્યાસ ચાલુ રાખવો કે નહિ એ નક્કી કરવા આનો વિચાર કરો:

    • ‘શું તે જે શીખે છે એ પ્રમાણે કરે છે?’

    • ‘શું તે સભાઓમાં આવે છે? તે જે શીખે છે એ બીજાઓને જણાવે છે?’

    • ‘શું આટલો વખત શીખ્યા પછી તે યહોવાના સાક્ષી બનવાનું વિચારે છે?’

  2. ખ. વ્યક્તિ ફેરફાર કરવા માંગતી ન હોય તો:

    • તેને કહો કે કઈ વાત તેને રોકે છે, એ વિશે વિચારે.

    • તેને પ્રેમથી સમજાવો કે તમે કેમ શીખવવાનું બંધ કરો છો.

    • તેને જણાવો કે ફરી શીખવું હોય તો તેણે કેવા ફેરફાર કરવાની જરૂર છે.

આ પણ જુઓ:

ગીત. ૧૪૧:૫; નીતિ. ૨૫:૧૨; ૨૭:૬; ૧ કોરીં. ૯:૨૬; કોલો. ૪:૫, ૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો