મહેમાનો માટે માહિતી
અટેન્ડન્ટ તેઓ તમને મદદ કરશે. ગાડી ક્યાં પાર્ક કરવી, બેસવાની જગ્યા રાખવા વિશે, એક જગ્યાએ ભીડ ન થઈ જાય એ માટે કે બીજી બાબતોમાં તેઓ તમને માર્ગદર્શન આપશે. તેઓને પૂરો સહકાર આપો.
દાન મહાસંમેલનની ગોઠવણ કરવામાં ઘણો ખર્ચ થાય છે. એનાથી બધાને સારી રીતે બેસવા અને સાંભળવા મદદ મળે છે. તેમ જ, વીડિયો માટેનાં સાધનોની અને બીજી બધી ગોઠવણો કરી શકાય છે. એ બધું મહાસંમેલનને આનંદદાયક બનાવે છે અને આપણને યહોવાની નજીક રહેવા મદદ કરે છે. તમે દિલથી જે કંઈ દાન આપો એનાથી એ ખર્ચો નીકળી શકે છે અને દુનિયા ફરતે ચાલી રહેલાં કામ માટે પણ વાપરી શકાય છે. દાન-પેટીઓ મહાસંમેલનમાં ઘણી જગ્યાએ રાખવામાં આવી છે. જો તમે ઓનલાઇન દાન આપવા માંગતા હો, તો donate.jw.org પર જાઓ. તમારા દાનની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાના કામને આગળ વધારવા આ રીતે ટેકો આપવા માટે નિયામક જૂથ તમારો દિલથી આભાર માને છે.
પ્રાથમિક સારવાર યાદ રાખો કે આ ફક્ત ઇમર્જન્સી માટે જ છે.
ખોવાયું અને મળ્યું વિભાગ કંઈ પણ ખોવાયેલી ચીજવસ્તુ મળે તો આ વિભાગમાં લાવવી. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે એની તપાસ અહીં કરી શકો. જો બાળકો પોતાનાં મમ્મી-પપ્પાથી વિખૂટાં પડી ગયાં હોય અને ખોવાઈ ગયાં હોય, તો તેઓને અહીં મૂકી જવાં. પણ બધા ચિંતામાં આવી પડે એવા સંજોગો ન ઊભા થાય માટે તમારાં બાળકોનું ધ્યાન રાખો અને હંમેશાં તમારી સાથે જ રાખો.
બેસવાની ગોઠવણ બીજાઓનો વિચાર કરજો. યાદ રાખો, તમારી સાથે એક જ ઘરમાં રહેતા હોય કે એક જ કારમાં મુસાફરી કરતા હોય કે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ તમે સીટ રોકી શકો. બીજી ખાલી સીટ પર તમારી કંઈ પણ વસ્તુ રાખશો નહિ.
સ્વયંસેવા જો તમારે મહાસંમેલનમાં કોઈ પણ રીતે મદદ કરવી હોય, તો માહિતી અને સ્વયંસેવા વિભાગમાં તમારું નામ આપો.
યહોવાના સાક્ષીઓના નિયામક જૂથે આ ગોઠવણ કરી છે
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvani