વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • CO-pgm20 પાન ૭-૮
  • મહેમાનો માટે માહિતી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મહેમાનો માટે માહિતી
  • ૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખાસ સભા
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૪ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૩ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૧૯ મહાસંમેલન કાર્યક્રમ
  • મહેમાનો માટે માહિતી
    ૨૦૨૫ મહાસંમેલન કાર્યક્રમ
વધુ જુઓ
૨૦૨૦ મહાસંમેલન કાર્યક્રમ
CO-pgm20 પાન ૭-૮

મહેમાનો માટે માહિતી

અટેન્ડન્ટ તેઓ તમને મદદ કરશે. ગાડી ક્યાં પાર્ક કરવી, બેસવાની જગ્યા રાખવા વિશે, એક જગ્યાએ ભીડ ન થઈ જાય એ માટે કે બીજી બાબતોમાં તેઓ તમને માર્ગદર્શન આપશે. તેઓને પૂરો સહકાર આપો.

બાપ્તિસ્મા જેઓ બાપ્તિસ્મા લેવાના છે, તેઓ માટે અલગ જગ્યા રાખવામાં આવી છે. બાપ્તિસ્મા લેનારાઓ માટે સ્ટેજ સામેની સીટો રાખવામાં આવી છે. તેઓએ શનિવારે સવારે બાપ્તિસ્માની ટૉક શરૂ થાય એ પહેલાં ત્યાં આવીને બેસી જવું. દરેકે પોતાનો ટુવાલ અને મર્યાદા જળવાઈ રહે એવાં કપડાં લઈને આવવું જોઈએ.

દાન સંમેલનની ગોઠવણ કરવામાં ઘણો ખર્ચ થાય છે. પણ એનાથી બધાને સારી રીતે બેસવા અને સાંભળવા મદદ મળે છે. તેમ જ, વીડિયો માટેના સાધનો અને બીજી બધી ગોઠવણો આ સંમેલનને આનંદદાયક બનાવે છે અને આપણને યહોવાની નજીક રહેવા મદદ કરે છે. તમે દિલથી જે કંઈ દાન આપો એનાથી ખર્ચો નીકળી શકે છે અને જગતવ્યાપી કામ માટે પણ વાપરી શકાય છે. દાન-પેટીઓ સંમેલનમાં ઘણી જગ્યાએ રાખવામાં આવી છે. જો તમે ઓનલાઇન દાન આપવા માંગતા હો, તો donate.jw.org પર જાઓ. તમારા દાનની અમે ખૂબ કદર કરીએ છીએ. યહોવાના કામને આગળ વધારવા આ રીતે ટેકો આપવા માટે નિયામક જૂથ તમારો દિલથી આભાર માને છે.

પ્રાથમિક સારવાર યાદ રાખો કે આ ફક્ત ઇમર્જન્સી માટે જ છે.

ખોવાયું અને મળ્યું વિભાગ કંઈ પણ ખોવાયેલી ચીજવસ્તુ મળે તો આ વિભાગમાં લાવવી જોઈએ. તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે એની તપાસ અહીં કરી શકો. તમારું બાળક ખોવાઈ ગયું હોય તો પહેલા અહીં તપાસ કરવી અથવા કોઈના ખોવાયેલાં બાળકોને અહીં મૂકી જવા. પણ નોંધ લો કે આ વિભાગ બાળકોની દેખરેખ માટે નથી. તેથી, તમારાં બાળકોનું ધ્યાન રાખો અને હંમેશાં તમારી સાથે જ રાખો.

બેસવાની ગોઠવણ બીજાઓનો વિચાર કરજો. યાદ રાખો, તમારી સાથે એક જ ઘરમાં રહેતા હોય કે એક જ કારમાં મુસાફરી કરતા હોય કે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ તમે સીટ રોકી શકો છો. બીજી ખાલી સીટ પર તમારી કંઈ પણ વસ્તુ રાખશો નહિ.

સ્વયંસેવા જો તમારે સંમેલનમાં કોઈ પણ રીતે મદદ કરવી હોય, તો માહિતી અને સ્વયંસેવા વિભાગમાં તમારું નામ આપો.

ખાસ સભા

યહોવાના સાક્ષી એક બહેનને પ્રચાર કરી રહ્યા છે.

રાજ્ય પ્રચારકો માટે શાળા પ્રચારકાર્યમાં વધારે કરવા માંગતા ૨૩-૬૫ વર્ષના પાયોનિયર ભાઈ-બહેનો રવિવારે બપોરે રાખેલી સભામાં આવી શકે. આ સભા રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહતા ભાઈ-બહેનો માટે છે. સભા કયા સમયે અને સ્થળે હશે, એની અગાઉથી જાહેરાત કરવામાં આવશે.

યહોવાના સાક્ષીઓના નિયામક જૂથે આ ગોઠવણ કરી છે

© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો