વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૭/૧ પાન ૩-૪
  • બાઇબલ સમજવા માટે જરૂરી મદદ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સમજવા માટે જરૂરી મદદ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સરખી માહિતી
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ફિલિપે “ઈસુ વિશેની ખુશખબર” જણાવી
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • બાપ્તિસ્મા માટે તૈયાર થવા શું કરી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • બાઇબલ અને તમે
    શું તમે બાઇબલ વિષે વધુ જાણવા ઇચ્છો છો?
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૭/૧ પાન ૩-૪

બાઇબલ સમજવા માટે જરૂરી મદદ

બાઇબલ એક અજોડ પુસ્તક છે. એના લેખકો દાવો કરે છે કે તેઓએ બાઇબલ પરમેશ્વરની પ્રેરણાથી લખ્યું છે. એમાં સમાયેલી માહિતી પણ તેઓના આ દાવાને સાચો ઠરાવતા સંખ્યાબંધ પુરાવાઓ આપે છે. (૨ તીમોથી ૩:૧૬) વળી, બાઇબલ એ પણ બતાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે શા માટે અહીં છીએ અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. સાચે જ, આપણે આ પુસ્તકને ધ્યાન આપીએ એ યોગ્ય છે!

તમે બાઇબલ વાંચવાનો પ્રયત્ન કર્યો હશે પરંતુ તમને એ સમજવું અઘરું લાગ્યું હોય શકે. તમારા પ્રશ્નોના જવાબ ક્યાં શોધવા એ વિષે તમને ખબર નહિ હોય. એમ હોય તો, એવું ન વિચારશો કે તમે એકલા છો. તમારી પરિસ્થિતિ પ્રથમ સદીમાં રહેતી એક વ્યક્તિ જેવી જ છે. તે રથમાં બેસીને યરૂશાલેમથી પોતાના દેશ કૂશ (હાલનું ઇથિયોપિયા) જઈ રહ્યો હતો. આ ઇથિયોપિયન અમલદાર સાતસો કરતાં વધુ વર્ષો પહેલાં લખાયેલા યશાયાહ પ્રબોધકના પુસ્તકને મોટેથી વાંચતો હતો.

અચાનક જ, તેને તેના રથ સાથે દોડતા એક માણસે બોલાવ્યો. એ માણસ, ઈસુનો શિષ્ય ફિલિપ હતો. તેણે ઇથિયોપિયનને પૂછ્યું: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” તેણે જવાબ આપ્યો: “કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” પછી તેણે ફિલિપને રથમાં બેસવાનું આમંત્રણ આપ્યું. અમલદાર બાઇબલમાંથી જે પ્રકરણ વાંચતો હતો એનો અર્થ ફિલિપે તેને સમજાવ્યો અને તેને “ઈસુ વિષેની સુવાર્તા” જાહેર કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૦-૩૫.

સદીઓ પહેલાં ફિલિપે ઈથિયોપિયનને પરમેશ્વરનો શબ્દ, બાઇબલ સમજવામાં મદદ કરી તેમ, આજે પણ યહોવાહના સાક્ષીઓ લોકોને બાઇબલ સમજવા માટે મદદ કરી રહ્યા છે. તમને પણ મદદ કરવામાં તેઓને ઘણી ખુશી થશે. ખાસ કરીને, બાઇબલનો પદ્ધતિસરનો અભ્યાસ કરવો અને એના પ્રાથમિક શિક્ષણથી શરૂઆત કરવી સૌથી સારું થશે. (હેબ્રી ૬:૧) તમે પ્રગતિ કરશો તેમ, પ્રેષિત પાઊલે કહેલા “ભારે ખોરાક” અર્થાત્‌ ઊંડા સત્યને સમજી શકશો. (હેબ્રી ૫:૧૪) તમે બાઇબલનો અભ્યાસ કરો છો છતાં, બાઇબલ આધારિત બીજાં પ્રકાશનો પણ તમને ભિન્‍ન વિષયોને સમજવામાં મદદ કરી શકશે.

ખાસ કરીને, તમને અનુકૂળ હોય એ સમય અને જગ્યાએ અભ્યાસની વ્યવસ્થા કરી શકાય. અમુક લોકો ફોન પર પણ અભ્યાસ કરે છે. આ અભ્યાસ એક વર્ગમાં બેસીને કરવાનો હોતો નથી; તમારા સંજોગોને અનુરૂપ આ એક ખાનગી વ્યવસ્થા છે, એમાં તમારા શિક્ષણ અને પાર્શ્વભૂમિકાનો પણ સમાવેશ થાય છે. તમારે આ બાઇબલ અભ્યાસ માટે કંઈ પૈસા આપવાના હોતા નથી. (માત્થી ૧૦:૮) એની કોઈ પરીક્ષા પણ હોતી નથી કે જેથી તમે તકલીફ અનુભવ કરો. તમને તમારા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે અને તમે પરમેશ્વરની નજીક કઈ રીતે જઈ શકો એ વિષે શીખશો. તેમ છતાં, શા માટે તમારે બાઇબલ અભ્યાસ કરવો જોઈએ? બાઇબલનો અભ્યાસ કઈ રીતે તમારા જીવનમાં આનંદ લાવે છે એ વિષેનાં અમુક કારણોનો વિચાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો