શું તમને યાદ છે?
છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?
• મીખાહના કેટલા અધ્યાયો છે, એ ક્યારે લખાયું અને એ સમયમાં કેવા સંજોગો હતા?
મીખાહના કુલ ૭ અધ્યાયો છે. તે લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં, પ્રબોધક મીખાહે લખ્યા હતા. એ સમયે યહોવાહના લોકોમાં બે ભાગ પડી ગયા હતા, એક ઈસ્રાએલ અને બીજું યહુદાહ.—૮/૧૫, પાન ૯.
• મીખાહ ૬:૮ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
યહોવાહ ચાહે છે કે આપણે “ન્યાયથી વર્તીએ.” યહોવાહ પોતે ન્યાયી છે. તેથી, આપણે પણ પ્રમાણિક અને ન્યાયી બનીએ. તેમ જ, યહોવાહ ચાહે છે કે આપણે દયાભાવ રાખીએ. આપણા ભાઈ-બહેનોએ ઘણાને દયાભાવ બતાવીને મુશ્કેલીમાં પણ મદદ કરી છે. વળી, યહોવાહ એ પણ ચાહે છે કે આપણે નમ્ર બનીએ. તેથી, આપણે પોતાની લિમિટ સ્વીકારીને, યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ.—૮/૧૫, પાન ૨૦-૨.
• નોકરી છૂટી જાય તો શું?
જો એમ બને તો આપણા જીવનમાં ફેરફારો કરવા જોઈએ. આપણે નક્કી કરવું જોઈએ કે જીવનમાં કઈ વસ્તુઓ જરૂર છે, અને કઈ વસ્તુઓની જરૂર નથી. પરંતુ, એની વધારે પડતી ચિંતા કરવાને બદલે, યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ. (માત્થી ૬:૩૩, ૩૪)—૯/૧, પાન ૧૪-૧૫.
• લગ્ન પ્રસંગે ભેટ આપતી કે લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
કોઈ આપણને મોંઘીદાટ ભેટો આપે, એવી આશા રાખવી જોઈએ નહિ. પરંતુ, એ ભેટ પાછળનો પ્રેમ જોવો જોઈએ. (લુક ૨૧:૧-૪) વળી, ભેટ આપનારનું નામ બધાને કહેવું સારું નથી. નહિ તો, કોઈક વાર આપણે કોઈને શરમમાં નાખી શકીએ. (માત્થી ૬:૩)—૯/૧, પાન ૨૯.
• શા માટે આપણે વારંવાર પ્રાર્થના કરવી જોઈએ?
રોજે રોજ પ્રાર્થના કરવાથી, આપણે યહોવાહ સાથે પાક્કી દોસ્તી બાંધી શકીએ છીએ. આપણે સંજોગો પ્રમાણે લાંબી કે ટૂંકી પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રાર્થના કરવાથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે અને કોઈ પણ મુશ્કેલી પાર પાડી શકાય છે.—૯/૧૫, પાન ૧૫-૧૮.
• ૧ કોરીંથી ૧૫:૨૯માં ભાષાંતર કર્યું છે કે ‘મૂએલાના માટે બાપ્તિસ્મા’ થશે. એનો શું અર્થ થાય છે?
પાઊલ કહેવા માગતા હતા કે ઈસુએ મરવું પડ્યું, તેવી જ રીતે અમુક ખ્રિસ્તીઓને પણ મરવું પડશે. એ ખ્રિસ્તીઓ સ્વર્ગમાં જવાની આશા રાખે છે. તેથી, જેમ ઈસુ મરણ પછી સજીવન થઈને સ્વર્ગમાં ગયા, તેમ આ ખ્રિસ્તીઓ પણ મરણ પછી સ્વર્ગમાં જશે.—૧૦/૧, પાન ૨૯.
• ૧ કોરીંથી ૬:૯-૧૧ની સાથે સાથે આપણે બીજા કયા ફેરફારો કરતા રહેવું જોઈએ?
પાઊલે ફક્ત વ્યભિચાર, મૂર્તિપૂજા અને દારૂડિયા ન બનવા વિષે જ જણાવ્યું નહિ. પરંતુ, પાઊલે એમ પણ જણાવ્યું કે બીજા ઘણા ફેરફારો કરતા રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે “સઘળી વસ્તુઓની મને છૂટ છે; પણ સઘળી લાભકારી નથી.”—૧૦/૧૫, પાન ૧૮-૧૯.
• ઘણાં વર્ષો પહેલાં અમુક કઈ સ્ત્રીઓએ યહોવાહનું દિલ ખુશ કર્યું?
તેઓમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે દાઈઓ હતી. તેઓએ ફારૂનનો હુકમ ન માનીને ઈસ્રાએલી છોકરાઓને જીવતા રહેવા દીધા. (નિર્ગમન ૧:૧૫-૨૦) તેમ જ યરેખોની રાહાબે બે ઈસ્રાએલી જાસૂસોને પોતાના ઘરમાં સંતાડ્યા. (યહોશુઆ ૨:૧-૧૩; ૬:૨૨, ૨૩) વળી, અબીગાઈલે સમજી-વિચારીને ઘણા લોકોના જીવન બચાવ્યા અને દાઊદને પણ મદદ કરી. (૧ શમૂએલ ૨૫:૨-૩૫) ખરેખર, આ સ્ત્રીઓ આપણા માટે સરસ દાખલો બેસાડે છે.—૧૧/૧, પાન ૮-૧૧.
• ન્યાયાધીશો ૫:૨૦કહે છે: સીસરાની સામે “આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું.” એ કઈ રીતે બન્યું?
ઘણા કહે છે કે સીસરાની સામે દેવ લડ્યા હતા. જ્યારે ઘણા કહે છે કે, એ તો સ્વર્ગદૂતો હતા અથવા તો એ તારાઓનો વરસાદ હતો. અથવા તો કદાચ જ્યોતિષીઓએ સીસરાનું ભાવિ ભાખ્યું હતું એ ખોટું પડ્યું. જો કે, બાઇબલ એ વિષે કંઈ જણાવતું નથી. પરંતુ, એક બાબત ચોક્કસ છે કે, ઈસ્રાએલી સેનાને યહોવાહનો પૂરો સાથ હતો.—૧૧/૧૫, પાન ૩૦.
• આજે ધર્મને નામે ઘણા ધતિંગ થાય છે. તોપણ શા માટે ઘણા લોકો ઈશ્વરમાં માને છે?
અમુક લોકો ચર્ચમાં મનની શાંતિ મેળવવા જાય છે. અમુક લોકો મરણ પછી અમર જીવન માટે, તો વળી અમુક સારી તંદુરસ્તી, ધન અને સફળતા મેળવવા ધર્મમાં માને છે. જ્યારે કે અમુક લોકો સરકાર, પૈસો વગેરે બધી બાજુએ ફાંફાં મારીને થાક્યા છે. એટલે હવે ધર્મ બાજુ ફર્યા છે. આપણે આ વિષે વાતચીત કરીને લોકોને યહોવાહ વિષે વધારે શીખવી શકીએ.—૧૨/૧, પાન ૩.