વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૪/૧૫ પાન ૩૦
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સામસૂનની જેમ યહોવા પર આધાર રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાએ સામસૂનને તાકાત આપી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૪/૧૫ પાન ૩૦

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી તમને આ મુદ્દા યાદ છે?

• શા માટે ઘણા એવું માને છે કે ઈસુ ડિસેમ્બર ૨૫મીએ જન્મ્યા હતા?

બાઇબલમાં ઈસુના જન્મની કોઈ પણ તારીખ આપી નથી. એન્સાયક્લોપેડિયા હીસપેનીકા પણ જણાવે છે: ‘બાઇબલને આધાર માનીને ચાલીએ તો ઈસુનો જન્મ ડિસેમ્બર ૨૫મીએ થયો જ નથી. એ દિવસ તો પ્રાચીન સમયમાં રોમના પાદરીઓએ નક્કી કર્યો. એ દિવસે લોકો સૂર્ય પૂજાનો તહેવાર ઊજવતા હતા.’ પ્રાચીન રોમના લોકો સૂર્યનો તહેવાર ઊજવવા ખાઈ-પીને મોજ કરતા ને એકબીજાને ભેટ આપતા.—૧૨/૧૫, પાન ૪-૫.

• પ્રેરિતોના કૃત્યો ૭:૫૯નો અર્થ એ થાય કે સ્તેફને ઈસુને પ્રાર્થના કરી હતી?

ના. બાઇબલ શીખવે છે કે ફક્ત પરમેશ્વર યહોવાહને જ પ્રાર્થના કરવી જોઈએ. સ્તેફને દર્શનમાં સજીવન થયેલા ઈસુને જોઈને, તેમની સાથે સીધેસીધી વાત કરી હશે. આથી તેમણે કહ્યું: “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કર.” સ્તેફન જાણતા હતા કે પરમેશ્વર યહોવાહે ઈસુને મૂએલાઓને સજીવન કરવાનો અધિકાર આપ્યો છે. (યોહાન ૫:૨૭-૨૯) તેથી, ઈસુ તેમને સ્વર્ગમાં સજીવન ન કરે ત્યાં સુધી પોતાની જીવન શક્તિનું રક્ષણ કરવાની તે ઈસુને વિનંતી કરતા હતા.—૧/૧, પાન ૩૧.

• કઈ રીતે વ્યક્તિનું નસીબ લખાયેલું નથી?

યહોવાહે આપણને આપણી મરજી પ્રમાણે ચાલવાની આઝાદી આપી છે. એ બતાવે છે કે આપણું ભવિષ્ય લખાઈને નથી આવતું. ખરું જોઈએ તો, યહોવાહ “પ્રેમ છે” અને તેમના ‘માર્ગો ન્યાયી’ છે. તેથી, તે કંઈ પહેલેથી લખી રાખતા નથી. (પુનર્નિયમ ૩૨:૪; ૧ યોહાન ૪:૮)—૧/૧૫, પાન ૪-૫.

• આપણે શા માટે એમ ન ધારવું જોઈએ કે ચમત્કાર જેવું કંઈ નથી?

વૈજ્ઞાનિકો સમજ્યા છે કે પરમેશ્વરે સરજેલી વસ્તુઓ વિષેનું તેઓનું જ્ઞાન અધૂરું છે. તેથી, કેટલાક વૈજ્ઞાનિકો કબૂલે છે કે કોઈ બાબત અશક્ય છે એમ તેઓ ચોક્કસ કહી શકતા નથી. મોટા ભાગે તો, તેઓ એટલું જ કહી શકે છે કે કોઈ બાબત અશક્ય છે જ નહિ.—૨/૧૫, પાન ૫-૬.

• શા માટે ન્યાયાધીશ શામશૂને તેના માબાપને કહ્યું કે મારે પલિસ્તીની દીકરીને પરણવું છે? (ન્યાયાધીશો ૧૪:૨)

યહોવાહના નિયમમાં જૂઠા દેવ-દેવીને ભજતી સ્ત્રીઓને પરણવાની સખત મનાઈ હતી. (નિર્ગમન ૩૪:૧૧-૧૬) પણ શામશૂનને બસ પલિસ્તીની દીકરી જ ગમતી હતી. શામશૂનને પલિસ્તીઓ સામે લડવાનું કારણ જોઈતું હતું. એ માટે તેને પલિસ્તી સ્ત્રી ગમતી હતી. પરમેશ્વરે શામશૂનને શક્તિ આપીને મદદ કરી.—(ન્યાયાધીશો ૧૩:૨૫; ૧૪:૩, ૪, ૬)—૩/૧૫, પાન ૨૬.

• શું આપણે સરકારી અધિકારીઓને કોઈ સેવા માટે બક્ષિસ કે ભેટ આપી શકીએ?

કોઈ પણ અધિકારીઓને લાંચ ન આપવી જોઈએ. અથવા કાયદો તોડીને કંઈ કામ કરી આપે, એ માટે તેઓને કંઈક આપવું ખોટું કહેવાય. પણ અન્યાય ટાળવા કે કોઈ અધિકારીએ કાયદેસર પોતાની ફરજ બજાવી હોય તો તેને બક્ષિસ આપવામાં કંઈ ખોટું નથી.—૪/૧, પાન ૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો