વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w06 ૫/૧ પાન ૩-૪
  • ગરીબોની કહાની

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગરીબોની કહાની
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • સરખી માહિતી
  • ગરીબી દૂર કરવાના પ્રયાસો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • શાસ્ત્રમાંથી સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • જ્યારે ગરીબી જ નહિ હોય!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ગરીબો માટે ખુશખબર
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
w06 ૫/૧ પાન ૩-૪

ગરીબોની કહાની

બ્રાઝિલના સાઓ પાઊલો શહેરના રસ્તા પર તમને વિસેંટિ જોવા મળશે.a તે ઉકરડામાંથી, પૂંઠાં, લોખંડ, ભંગાર અને પ્લાસ્ટિક શોધીને હાથલારી પર લઈ જતો અવારનવાર જોવા મળે છે. અંધારું થાય ત્યારે તે હાથલારી બાજુ પર મૂકીને, એની નીચે પૂંઠું પાથરીને સૂઈ જાય છે. એવું લાગે છે કે તે હવે કાર, બસ અને વાહનોના ઘોંઘાટથી ટેવાઈ ગયો છે. પહેલાં તેની પાસે નોકરી હતી. ઘર અને કુટુંબ હતું. હવે કંઈ જ નથી. હવે તો, એક ટંકના ખાવાના માટે તે આખું શહેર ફરે છે.

દુઃખની વાત છે કે આજે વિસેંટિની જેમ દુનિયામાં કરોડો લોકો સખત ગરીબ છે. તેઓ પાસે કંઈ જ નથી. એટલે ગરીબ દેશોમાં ઘણા લોકો ફૂટપાથ કે ઝૂંપડપટ્ટીમાં રહે છે. અરે સ્ત્રીઓ તો ધાવણું બાળક લઈને ભીખ માંગતી ફરતી હોય છે. લૂલા-લંગડા અને આંધળા પણ એમ કરતા હોય છે. ટ્રાફિક લાઇટ પાસે વાહનો ઊભાં રહે એટલે તરત જ બાળકો તેઓ પાસે દોડીને ન્યૂઝ-પેપર, ફૂલો કે બીજી વસ્તુઓ વેચવાનો પ્રયત્ન કરતા હોય છે.

આજે ગરીબી કેમ છે? એ સમજાવવું સહેલું નથી. બ્રિટનનું મૅગેઝિન ધી ઇકૉનોમીસ્ટ કહે છે: ‘આજે બીમારીઓ દૂર કરવા મનુષ્ય પાસે ખૂબ જ્ઞાન છે. તેમ જ ગરીબીનો અંત લાવવા માટે પણ ખૂબ જ બુદ્ધિ છે. ખૂબ પૈસા છે. ટેકનૉલૉજીમાં ખૂબ પ્રગતિ કરી છે. આટલી આવડત પહેલાં કદી ન હતી.’ તેઓના જ્ઞાનથી ઘણાનું ભલું થયું છે. ગરીબ દેશોના મોટા મોટા શહેરોમાં લેટેસ્ટ બ્રાન્ડની કાર જોવા મળે છે. આજે મોટી મોટી દુકાનો કે શૉપિંગ સેન્ટરમાં ટાંકણીથી માંડીને બધું જ મળે છે. એવી દુકાનોમાં લોકો ઊભરાતાં હોય છે. બ્રાઝિલની મોટી મોટી બે દુકાનોમાં અમુક વસ્તુઓનો સેલ રાખ્યો હતો. એ દુકાનો ૨૩, ડિસેમ્બર ૨૦૦૪ના રોજ ચોવીસ કલાક ખુલ્લી રાખી હતી. એમાંની એક દુકાને તો વધારે ગ્રાહક આવે માટે નાચ ડાન્સ કરતા લોકોને બોલાવ્યા હતા. એના લીધે એ દુકાનમાં લગભગ ૫,૦૦,૦૦૦ ગ્રાહક ખરીદી કરવા લલચાયા હતા.

તોપણ અમીર લોકોની માલ-મિલકતથી મોટે ભાગે બીજાને કંઈ ફાયદો થતો નથી. આજે ઘણાને ગરીબ અને અમીર વચ્ચે આસમાન-જમીનનો ફરક જોવા મળે છે. એનાથી અમુક લોકો નિર્ણય પર આવ્યા છે કે ગરીબીનો અંત લાવવા કંઈક તો કરવું જ જોઈએ. બ્રાઝિલનું વીજા નામનું મૅગેઝિન કહે છે: ‘દુનિયાના નેતાઓએ ૨૦૦૫માં ગરીબીનો અંત લાવવા ચર્ચા કરવી જ જોઈએ.’ એમાં આગળ એ પણ જણાવ્યું કે આપણે નવો ‘માર્શલ પ્લાન’b અપનાવવો જોઈએ. એ આફ્રિકા જેવા ખૂબ જ ગરીબ દેશોને મદદ કરવાની એક ગોઠવણ છે. જો કે આ ગોઠવણ વિષે જાણવાથી લાગી શકે કે દુનિયામાં પ્રગતિ થઈ રહી છે. પણ એ મૅગેઝિને આગળ કહ્યું: ‘એ ગોઠવણોના સારા પરિણામો આવ્યા છે કે કેમ? મોટા ભાગના અમીર દેશો આવી ગોઠવણને પૈસાથી ટેકો આપવા અચકાય છે, કેમ કે જે કામ માટે પૈસા આપવામાં આવે છે એ લોકો સુધી પહોંચતા જ નથી.’ અફસોસની વાત છે કે ગરીબ દેશોમાં ભ્રષ્ટાચાર અને અટપટા નિયમો હોય છે. એ કારણે તેઓને મદદ કરવા બહારની સરકારો, ચૅરિટી સંસ્થાઓ કે પછી કોઈ વ્યક્તિનું દાન, લોકો સુધી પહોંચતું નથી.

ઈસુ જાણતા હતા કે ગરીબી રહેશે. તેમણે કહ્યું: “દરિદ્રીઓ સદા તમારી સાથે છે.” (માત્થી ૨૬:૧૧) એનો શું એવો અર્થ થાય કે ગરીબી કાયમ ચાલ્યા જ કરશે? ગરીબીનો અંત લાવવા કંઈ થઈ શકે એમ છે? ગરીબોને મદદ કરવા આપણે શું કરી શકીએ? (w06 5/1)

[ફુટનોટ્‌સ]

a નામ બદલવામાં આવ્યું છે.

b બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના એક મંત્રીએ યુરોપના દેશોને પૈસે-ટકે મદદ કરવા ગોઠવણ કરી હતી. તેથી, તેના નામ પરથી આ ગોઠવણને “માર્શલ પ્લાન” કહેવામાં આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો