વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૧ પાન ૧૬
  • શાસ્ત્રમાંથી સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શાસ્ત્રમાંથી સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • સરખી માહિતી
  • ગરીબી દૂર કરવાના પ્રયાસો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ગરીબો માટે ખુશખબર
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • જ્યારે ગરીબી જ નહિ હોય!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈસુની જેમ ગરીબોને મદદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૧ પાન ૧૬

શાસ્ત્રમાંથી સવાલોના જવાબો

શું ગરીબી વગરની દુનિયા શક્ય છે?

એક સ્ત્રી ખાલી વાટકો લઈને ઊભી છે અને નાની છોકરી તેને પકડીને ઊભી છે

ઈશ્વર કઈ રીતે આ દુનિયા પરથી ગરીબી હટાવશે?—માથ્થી ૬:૯, ૧૦.

ગરીબીને લીધે ઘણા લોકોને પૂરતો ખોરાક મળતો નથી અને તેઓ બીમારીનો ભોગ બને છે. એના કારણે, દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ખરું કે, દુનિયાના અમુક દેશો સમૃદ્ધ છે, છતાં મોટા ભાગના લોકો હજી પણ ગરીબીમાં જીવે છે. શાસ્ત્ર જણાવે છે કે, મનુષ્યો માટે ગરીબી પહેલેથી જ એક સમસ્યા છે.—યોહાન ૧૨:૮ વાંચો.

ગરીબીનો અંત લાવવા દુનિયા ફરતે એક જ સરકાર હોવી જરૂરી છે. એવી સરકાર જેની પાસે સમાન રીતે સાધન-સંપત્તિ વહેંચવાની અને યુદ્ધોનો અંત લાવવાની શક્તિ હોય. કેમ કે, એ બંને ગરીબીનાં મુખ્ય કારણો છે. ઈશ્વરે એવી જ એક સરકાર લાવવાનું વચન આપ્યું છે.—દાનીયેલ ૨:૪૪ વાંચો.

ગરીબીનો અંત કોણ લાવશે?

ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયા પર રાજ કરવા પસંદ કર્યા છે. (ગીતશાસ્ત્ર ૨:૪-૮) ઈસુ ગરીબોને મુશ્કેલીઓમાંથી બચાવશે. તેમ જ, જુલમ અને હિંસાનો અંત લાવશે.—ગીતશાસ્ત્ર ૭૨:૮, ૧૨-૧૪ વાંચો.

શાસ્ત્રમાં અગાઉથી જણાવવામાં આવ્યું હતું તેમ ‘શાંતિના રાજકુમાર’ ઈસુ, દુનિયા ફરતે શાંતિ અને સલામતી લાવશે. એ સમયે બધા પાસે પોતાનું ઘર હશે, મનગમતું કામ હશે અને અઢળક ખોરાક હશે.—યશાયા ૯:૬, ૭; ૬૫:૨૧-૨૩ વાંચો. (w15-E 10/01)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૮ જુઓ

તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો