વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૪/૧ પાન ૮-૯
  • મ્યાનમારના વાવાઝોડામાં લોકોને આશરો મળ્યો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મ્યાનમારના વાવાઝોડામાં લોકોને આશરો મળ્યો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • શું યહોવાના સાક્ષીઓ રાહત કાર્યો કરે છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • ત્રાટક્યું વાવાઝોડું પણ વરસ્યો પ્રેમ
    સજાગ બનો!—૨૦૦૮
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૪/૧ પાન ૮-૯

મ્યાનમારના વાવાઝોડામાં લોકોને આશરો મળ્યો

બીજી મે, ૨૦૦૮નો દિવસ. એ દિવસે મ્યાનમાર પર નરગિસ નામનું વાવાઝોડું આવ્યું. ચારે બાજુ તબાહી મચાવી દીધી. આખી દુનિયામાં એના સમાચાર ફેલાઈ ગયા. ઇરાવદીનાં મુખ પાસેનો એરિયા ભારે તોફાનની લપેટમાં આવી ગયો. લગભગ ૧,૪૦,૦૦૦ લોકો ક્યાં તો માર્યા ગયા કે પછી ગુમ થઈ ગયા.

એ એરિયામાં યહોવાહના ઘણા ભક્તો રહે છે. તોફાનથી બચવા તેઓ સારી રીતે બંધાયેલા કિંગ્ડમ હૉલમાં દોડી ગયા અને બચી ગયા. ઘણાં ગામડાંમાં ફક્ત કિંગ્ડમ હૉલ જ બચી ગયા હતા. એક જગ્યાએ યહોવાહના ૨૦ ભક્તો અને ગામના બીજા ૮૦ લોકો હૉલના છાપરા પર ચડી ગયા. તેઓએ ત્યાં ૯ કલાક સુધી બેસી રહેવું પડ્યું. આજુબાજુ પાંચ મીટર જેટલું પાણી ચડ્યું. પણ તેઓ બધા બચી ગયા. અફસોસ કે ગામના બીજા ૩૦૦ લોકોને બચાવી ન શકાયા.

વાવાઝોડું આવ્યું એના બે જ દિવસમાં, યાંગોનમાં આવેલી યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસે રાહત ટૂકડી મોકલી. એ ટૂકડી ઇરાવદીના મુખ પાસે આવેલા બોથીનગોન મંડળે જવા નીકળી. ત્યાં પહોંચવા તેઓએ તબાહ થઈ ગયેલા એરિયામાંથી પસાર થવું પડ્યું. સડી રહેલા શબ જોવા મળ્યા. અરે, લૂંટારાથી બચીને ત્યાં પહોંચ્યા. તેઓ પાસે ચોખા, નૂડલ્સ, પાણી અને મીણબત્તીઓ હતા. તેઓ ત્યાં પહોંચનાર પહેલી રાહત ટૂકડી હતા. મંડળના ભાઈ-બહેનોને એ ચીજો આપી. પછી, તેઓને ઉત્તેજન આપવા બાઇબલ પર ટૉક પણ આપી. બધુંય તોફાનમાં તણાઈ ગયું હોવાથી, તેઓને બાઇબલ અને પુસ્તકો પણ આપ્યાં.

વાવાઝોડાના ભોગ બનેલા ભાઈ-બહેનોનું વલણ કહેવું પડે. ઇરાવદીના એરિયાના એક મંડળનો વિચાર કરો. ત્યાંના એક ભાઈ કહે છે: “બધું જ નાશ પામ્યું છે. ઘરો ગયાં. ખેતરોમાંથી બધો પાક તણાઈ ગયો. પીવા માટે ચોખ્ખું પાણીયે નથી. તોયે બીજા લોકોની જેમ આપણા ભાઈ-બહેનો હાંફળા-ફાંફળા થઈ ગયા નથી. તેઓને યહોવાહ અને તેમના સંગઠનમાં પૂરો ભરોસો છે. ભલે ગામમાં રહીએ કે બીજે ક્યાંક જઈએ, અમને જે માર્ગદર્શન મળે એમ જ કરીશું.”

તોફાનમાં બધુંય ગુમાવી બેઠેલા, ત્રીસેક ભાઈ-બહેનોના બીજા એક ગ્રૂપનો વિચાર કરો. ખોરાક, કપડાં અને આશરો મેળવવા, તેઓ રાહત ટૂકડીઓએ ગોઠવેલી જગ્યાએ જતા હતા. એ દસ કલાકની મુસાફરીમાં તેઓ યહોવાહનાં ગીતો ગાતા ગાતા ગયા. ત્યાં પહોંચતા પહેલાં જાણ થઈ કે નજીકના શહેરમાં સરકીટ એસેમ્બલી ચાલે છે. તેઓએ પહેલા એમાં જવાનું નક્કી કર્યું, જેથી યહોવાહના જ્ઞાન અને ભાઈ-બહેનોની સંગતથી ઉત્તેજન મળે.

વાવાઝોડામાં યહોવાહના લોકોનાં ૩૫ ઘરો પડી ભાંગ્યાં હતાં. ૧૨૫ ઘરોને નુકસાન થયું હતું. ૮ કિંગ્ડમ હૉલને નહિ જેવું નુકસાન પહોંચ્યું હતું. બ્રાંચ ઑફિસની બિલ્ડિંગને કોઈ મોટું નુકસાન થયું ન હતું.

બ્રાંચ ઑફિસની નજીકના રોડ પર તોફાનમાં મોટાં મોટાં ઝાડ પડી ગયાં હતાં. કોઈ આવ-જાવ કરી શકતું ન હતું. તોફાન બંધ થયું એના અમુક કલાક પછી, બ્રાંચના ત્રીસેક જેટલા ભાઈ-બહેનો રસ્તા પરથી ઝાડ ખસેડવા મદદ કરવા લાગ્યા. થોડા સમયમાં બહેનો કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસ લઈ આવી. ફક્ત કામ કરનારા માટે જ નહિ, પાડોશીઓ માટે પણ. આજુબાજુના લોકો તો જોતા જ રહી ગયા. એક રિપોર્ટરે આ બધું જોઈને પૂછ્યું, “આટલી સરસ રીતે કામ કરનારા એ લોકો છે કોણ?” હકીકત જાણીને તેણે કહ્યું, “યહોવાહના સાક્ષીઓ જેવા વધારે લોકો સમાજમાં હોય તો કેવું સારું!”

યહોવાહના લોકોએ એ દેશમાં તરત બધી બાજુ મદદ પહોંચાડવા બે કમિટી બનાવી. ઘણા ભાઈ-બહેનોએ રાજી-ખુશીથી મદદ કરી. જેઓનાં ઘર પડી ભાંગ્યાં હતાં, તેઓને થોડા જ દિવસોમાં નવાં ઘર મળી ગયાં. એક બહેનને ત્યાં રાહત ટૂકડી નવું ઘર બાંધવા ગઈ. તેમના પાડોશીઓને એટલી નવાઈ લાગી કે ન પૂછો વાત. એક સ્ત્રીએ કહ્યું, ‘તેના ચર્ચના લોકો ઘર બાંધી આપે છે. હું બૌદ્ધ છું, મારા કોઈ ફ્રેન્ડ મને મદદ કરવા ન આવ્યા. મારી પાડોશીએ મને શીખવ્યું ત્યારે હુંયે યહોવાહની સાક્ષી બની ગઈ હોત તો સારું થાત!’

રાહત ટૂકડી થાનલીનમાં પહોંચી. ત્યાં એક ભાઈનું ઘર લગભગ પડી ભાંગ્યું હતું. પણ એ કુટુંબે આમ કહ્યું, જેનાથી ભાઈઓનું દિલ ભરાઈ આવ્યું: “અમને તો કંઈ જ નથી થયું. અમારું ઘર પણ ફાઇન છે. અમુક ભાઈ-બહેનો પાસે તો ઘર પણ રહ્યું નથી. તેઓને પહેલા મદદ કરો!”

યાંગોનના એક એરિયામાં અમુક લોકો દોડીને ચર્ચમાં આશરો લેવા ગયા. પણ ચર્ચના બારણાં પર તાળું મારેલું હતું. કોઈ અંદર જઈ ન શકવાથી, લોકો ચિડાઈ ગયા. બારણું તોડવા તૈયાર થયા. જ્યારે કે યહોવાહના સાક્ષીઓએ ઘણાને કિંગ્ડમ હૉલમાં આશરો લેવા મદદ કરી. દાખલા તરીકે, દાલા શહેરના હૉલમાં યહોવાહના સાક્ષી પતિ-પત્નીએ ૨૦ પાડોશીને આશરો આપ્યો. સવારમાં જોયું તો તોફાનમાં એ કુટુંબોનાં ઘરો પડી ભાંગ્યાં હતાં. તેઓ ભૂખ્યા થયા હતા. આપણા ભાઈએ વેચાતા ચોખા લીધા અને બધાને ખવડાવ્યું.

યાંગોનના એક કુટુંબમાં યહોવાહના અમુક સાક્ષીઓ છે, બાકીના બીજા ચર્ચમાં જાય છે. તોફાન પછી, એ આખું કુટુંબ કિંગ્ડમ હૉલની મિટિંગમાં આવ્યું. શાને લીધે એવો ફેરફાર થયો? કુટુંબની એક વ્યક્તિ કહે છે: “ચર્ચમાંથી અમને કહેવામાં આવ્યું કે તોફાન પછી તેઓ અમને મળવા આવશે. પણ કોઈ ફરક્યું જ નહિ. ફક્ત યહોવાહના સાક્ષીઓ આવ્યા અને અમને ખાવા-પીવા આપ્યું. તમે બીજાં ચર્ચથી એકદમ અલગ છો!” સાક્ષીઓ ન હતા તેઓને પણ મિટિંગમાં મજા આવી. ચોકીબુરજનો લેખ “યહોવાહ આપણો પોકાર સાંભળે છે” તેઓને બહુ ગમ્યો. તેઓએ મિટિંગમાં ઘણી કૉમેન્ટ આપી.

એક સ્ત્રી બાઇબલ સ્ટડી કરતી હતી. તોફાનના અઠવાડિયા પછી, તે મિટિંગમાં આવી, જેમાં બ્રાંચ પાસેથી આવેલો પત્ર વંચાયો. એમાં જણાવ્યું હતું કે કઈ કઈ રીતે બધાને મદદ કરવામાં આવી છે. તોફાનમાંથી બચી ગયેલાના અનુભવો પણ હતા. એ સાંભળીને પેલી સ્ત્રી રડવા લાગી. બધાને મળેલી મદદ વિષે તેના માનવામાં આવતું ન હતું. તે બહુ ખુશ હતી કે બધા ભાઈ-બહેનો સહીસલામત હતા. પછીથી તેને પણ અમુક જરૂરી ચીજો આપવામાં આવી. તેના ઘરની બાજુમાં તેના માટે તંબુ ઊભો કરી અપાયો. તેણે કહ્યું કે યહોવાહના સાક્ષીઓ કેટલી બધી સંભાળ રાખે છે!

ઈસુએ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) ઈશ્વરભક્ત યાકૂબે પણ કહ્યું હતું કે સાચા ભક્તો પોતાનાં કામોથી ઓળખાશે. (યાકૂબ ૨:૧૪-૧૭) યહોવાહના સાક્ષીઓ એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. જેઓને જરૂર છે તેઓને એવો પ્રેમ અને સાથ આપવાની કોશિશ કરે છે. (w09 3/1)

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

બાઇબલ જણાવે છે કે સાચા ભક્તો પોતાનાં કામોથી ઓળખાશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો