વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૪/૧ પાન ૬-૭
  • તમારું ભાવિ, તમારા હાથમાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારું ભાવિ, તમારા હાથમાં
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • આશીર્વાદોનો સમય
  • તમે પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • ઈશ્વરે શું કર્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઈસુ તારણ આપે છે—કઈ રીતે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૪/૧ પાન ૬-૭

તમારું ભાવિ, તમારા હાથમાં

‘ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યો. તેમણે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્‍ન કર્યાં.’—ઉત્પત્તિ ૧:૨૭.

બાઇબલના પહેલા પુસ્તકના આ શબ્દો, આદમ અને હવાના સર્જનની વાત કરે છે. એવી તો ઘણીયે વસ્તુઓનું ઈશ્વરે સર્જન કર્યું છે. તેમણે “દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે.” (સભાશિક્ષક ૩:૧૧) યહોવાહે આદમ અને હવાને આશીર્વાદ આપતા કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”—ઉત્પત્તિ ૧:૨૮.

એ રીતે યહોવાહે તેઓને પોતાનો મકસદ જણાવ્યો. તેઓને બાળકો થાય અને ધીમે ધીમે તેઓના કુટુંબથી આખી પૃથ્વી ભરાઈ જાય. તેઓએ આખી પૃથ્વીને સુંદર બનાવવાની હતી. યહોવાહે એવું નક્કી કર્યું ન હતું કે તેઓ કેટલું જીવશે. પણ જો યહોવાહના કહેવા પ્રમાણે રહે, તો તેઓ સુખેથી અમર જીવે. યહોવાહે તેઓ આગળ સુંદર ભાવિ અને પસંદગી મૂક્યા હતા.

પણ આદમ અને હવાએ ખોટી પસંદગી કરી. એના લીધે તેઓ ઘરડા થયા ને મરણ પામ્યા. એનો વારસો ઇન્સાનને આપતા ગયા. એટલે ઈશ્વરભક્ત અયૂબે આ કડવું સત્ય જણાવ્યું: ‘પ્રત્યેક વ્યક્તિનું જીવન ટૂંકું અને સંકટથી ભરપૂર છે.’ (યોબ [અયૂબ] ૧૪:૧, કોમન લેંગ્વેજ) એવું તો શું થયું?

બાઇબલ જણાવે છે: “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) એ ‘એક માણસ’ કોણ હતો? આદમ. તેણે યહોવાહની આજ્ઞા જાણીજોઈને તોડી. (ઉત્પત્તિ ૨:૧૭) તે પોતે તો અમર જીવન ગુમાવી બેઠો, પણ પોતાનાં બાળકોનો હક્ક પણ તેણે છીનવી લીધો. તે આપણને પાપ અને મોતની જંજીરમાં નાખી ગયો. પણ શું એનો અર્થ એ થયો કે આપણા માટે કોઈ જ આશા નથી?

આશીર્વાદોનો સમય

બાઇબલ કહે છે કે “ન્યાયીઓ દેશનો [પૃથ્વીનો] વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એ ગૅરંટી આપે છે કે યહોવાહનો મકસદ જલદી જ પૂરો થશે. પછી આ સાચું પડશે: “તે [યહોવાહ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” પછી યહોવાહ પોતે વચન આપે છે કે “જુઓ, હું સઘળું નવું બનાવું છું.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

બધું કરવાનો યોગ્ય સમય હોય છે તેમ, યહોવાહનાં વચનો પૂરાં થવાનો સમય ક્યારે આવશે? યહોવાહના સાક્ષીઓ આ મૅગેઝિન બહાર પાડીને લોકોને જણાવે છે કે આપણે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. ઈશ્વર જલદી જ પગલાં લેશે અને ‘સઘળું નવું બનાવશે.’ (૨ તીમોથી ૩:૧) ઈશ્વરના મકસદ વિષે બાઇબલમાંથી શીખતા રહો. યહોવાહના આશિષ પામવા આ શબ્દો દિલમાં ઉતારો: “યહોવાહ મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો.” (યશાયાહ ૫૫:૬) નસીબ, કિસ્મત કે ભાગ્ય જેવું કશું જ નથી. અમર જીવવું કે નહિ, એ તમારા હાથમાં છે! (w09 3/1)

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

“જુઓ, હું સઘળું

નવું બનાવું છું”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો