વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૫/૧ પાન ૩-૪
  • શું તારણ મેળવવા નવો જન્મ પામવો જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તારણ મેળવવા નવો જન્મ પામવો જોઈએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ શું શીખવે છે?
  • નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈસુ નિકોદેમસને રાત્રે શીખવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • નવો જન્મ પામવાનો મકસદ શું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૫/૧ પાન ૩-૪

શું તારણ મેળવવા નવો જન્મ પામવો જોઈએ?

દુનિયાભરના મોટાભાગના પેન્તેકોસ્ત ખ્રિસ્તીઓ માને છે કે તારણ પામવા નવો જન્મ લેવો પડે.a એક ધર્મગુરુ રોબર્ટ સી. સ્પ્રાઉટ માને છે કે ‘જો વ્યક્તિ નવો જન્મ ન લે તો, એ ખ્રિસ્તી નથી.’

તમે પેન્તેકોસ્ત હોય તો, તમે પણ ચાહશો કે તમારા મિત્રોને તારણ મળે. તેઓને પણ તારણ મેળવવા નવા જન્મનો અર્થ સમજાવો પડશે. એ તમે કેવી રીતે સમજાવશો?

ઘણા માને છે કે નવો જન્મ પામેલી વ્યક્તિએ મનમાં ગાંઠ વાળી છે કે તે હંમેશા પરમેશ્વર અને ઈસુની સેવા કરશે. એક ડિક્શનરી નવા જન્મનો આવો અર્થ આપે છે, ‘પરમેશ્વરનો સાથ અનુભવ્યા પછી વ્યક્તિ પોતાનું જીવન તેમને અર્પણ કરે છે.’—મરિયમ વેબસ્ટર ડિક્શનરી.

તમને જાણીને નવાઈ લાગશે કે બાઇબલ આ ડિક્શનરી સાથે સહમત નથી. પણ બાઇબલ એનો ખરો અર્થ આપે છે. એની સમજણથી ભાવિ માટે સરસ આશા મળશે.

બાઇબલ શું શીખવે છે?

બાઇબલમાં ફક્ત યોહાન ૩:૧-૧૨માં ‘નવા જન્મ’ વિષે જોવા મળે છે. અહીં ઈસુ અને ફરોશી વચ્ચે વાતચીત ચાલી રહી છે. એ વાતચીત પછીના પાન પર જુઓ.

આ વાતચીતમાં ઈસુ નવા જન્મ વિષેની અમુક વિગતો આપે છે.b એમાંથી આપણે મહત્ત્વના પાંચ પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ છીએ.

◼ નવો જન્મ કેટલો મહત્ત્વનો છે?

◼ નવો જન્મ પામવો શું વ્યક્તિના હાથમાં છે?

◼ નવો જન્મ પામવાનો મકસદ શું છે?

◼ વ્યક્તિ કેવી રીતે નવો જન્મ પામી શકે?

◼ નવો જન્મ પામવાથી વ્યક્તિને કેવી આશા મળે છે?

ચાલો આપણે એક પછી એક આ પ્રશ્ન પર ચર્ચા કરીએ. (w09 4/1)

[ફુટનોટ્‌સ]

a નવો જન્મ લેવો એટલે પુર્નજન્મની વાત નથી. પણ પેન્તેકોસ્તની જુદી માન્યતાની વાત થાય છે.

b “નવો જન્મ” મૂળ ગ્રીક ભાષામાં જેનાઓ છે.

[પાન ૪ પર બોક્સ/ચિત્ર ]

“તમારે નવો જન્મ પામવો જોઈએ”

‘નીકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો, તે યહુદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું, કે રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે; કેમકે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે તે કરી નહિ શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો, કે હું તને ખચીત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નીકોદેમસ તેને કહે છે, કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ગર્ભમાં પેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો, કે હું તને ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું, કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. પવનનો અવાજ સંભળાય છે, પણ તે ક્યાંથી આવે છે, અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો; હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. નીકોદેમસે તેને ઉત્તર આપ્યો, કે એ વાતો કેમ બની શકે? ઈસુએ તેને કહ્યું, કે તું ઈસ્રાએલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચીત કહું છું, કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો?’—યોહાન ૩:૧-૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો