વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૬/૧ પાન ૫-૬
  • ૨ ઈશ્વરને ઓળખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨ ઈશ્વરને ઓળખો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ૨ ઈશ્વરને આપણી કંઈ પડી નથી શું એ સાચું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ઈશ્વર વિશે શીખો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • પરમેશ્વર કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૬/૧ પાન ૫-૬

૨ ઈશ્વરને ઓળખો

‘અમરજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને ઓળખે.’—યોહાન ૧૭:૩.

લોકોને શું શંકા છે? અમુકને લાગે છે કે ઈશ્વર નથી. જ્યારે કે બીજાઓને દુઃખ તકલીફો જોઈને લાગે છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી. એટલે તેઓને શંકા છે કે ઈશ્વર આપણી સંભાળ રાખે છે કે નહિ.

શંકા કેવી રીતે દૂર થશે? ઈશ્વરનો સ્વભાવ ઓળખવો જોઈએ. એ માટે ઈશ્વરની રચના પર વિચાર કરવો જોઈએ. બાઇબલ જણાવે છે: ‘ઈશ્વરે પૃથ્વી, આકાશ તથા જે કાંઈ સૃજ્યું છે તે બધું માણસો આરંભથી જોતા આવ્યા છે. આ પરથી તેઓ ઈશ્વરના અદૃશ્ય ગુણોને, તેમના સનાતન સામર્થ્યને જાણે છે.’ (રોમન ૧:૨૦, IBSI) ઈશ્વરની રચના પર વિચાર કરીને આપણને તેમના સામર્થ્ય અને જ્ઞાન વિષે વધારે શીખવા મળે છે.—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪; યશાયાહ ૪૦:૨૬.

ઈશ્વરને સારી રીતે ઓળખવા બાઇબલ વાંચવું જોઈએ. પણ તમે બાઇબલ વાંચશો તો અમુક લોકો તમારો વિરોધ કરશે. પણ બાઇબલ વાંચવાનું બંધ ન કરો. કેમ કે બાઇબલ જણાવે છે: “આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ, ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે, સંપૂર્ણ તથા યોગ્ય શું છે.” (રોમન ૧૨:૨, કોમન લેંગ્વેજ) ચાલો આપણે ઈશ્વર વિષે બાઇબલમાંથી ચાર બાબતો જોઈએ.

ઈશ્વરનું નામ યહોવાહ છે. એ નામ બાઇબલમાં ઘણી વાર લખવામાં આવ્યું છે. ઘણા બાઇબલના અનુવાદમાં ગીતશાસ્ત્ર ૮૩:૧૮માં ઈશ્વરનું નામ આપ્યું છે. એ કલમ જણાવે છે: “તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.”

ઈશ્વરને પણ દુઃખ લાગે છે. એ સમજવા બાઇબલનો એક દાખલો લઈએ. યહોવાહે ચમત્કારથી ઈસ્રાએલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. પણ થોડા સમય પછી તેઓએ યહોવાહના માર્ગદર્શનથી મોં ફેરવી લીધું. બાઇબલ જણાવે છે કે આવા વર્તનથી તેઓએ ‘ઈશ્વરને માઠું લગાડ્યું.’—ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧.

યહોવાહ દરેકની સંભાળ રાખે છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: ‘પૈસાની બે ચકલી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના વાળ પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’—માત્થી ૧૦:૨૯-૩૧.

યહોવાહ ભેદભાવ રાખતા નથી. બાઇબલ જણાવે છે, ‘તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વી પર રહેવા માટે એકમાંથી ઉત્પન્‍ન કરી. તે આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭) યહોવાહે બાઇબલમાં જણાવ્યું કે ‘તે પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ ન્યાયીપણું આચરે છે, તે તેમને માન્ય છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

શું ફાયદો થશે? બાઇબલ જણાવે છે કે અમુક લોકો ‘ઈશ્વરને ઓળખવા પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી.’ (રોમનો ૧૦:૨; ઈઝી ટુ રીડ વર્ઝન) બાઇબલની તપાસ કરીને તમે સાચો માર્ગ જાણી શકો. એ પછી ઈશ્વરમાં તમારી શ્રદ્ધા વધશે.—યાકૂબ ૪:૮. (w09 5/1)

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકનું, ‘ઈશ્વર વિષે શીખો’ પ્રકરણ જુઓ.a

[ફુટનોટ્‌સ]

a આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરની રચના જોઈને તેમના વિષે શીખી શકો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો