વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૧૨/૧ પાન ૩૧
  • યહોવાહે આપણને પસંદગી આપી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહે આપણને પસંદગી આપી છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • જીવતા રહેવા જીવન પસંદ કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ભવિષ્ય તમારું, પસંદગી તમારી!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૮
  • યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મુસા પ્રેમાળ હતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૧૨/૧ પાન ૩૧

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

યહોવાહે આપણને પસંદગી આપી છે

પુનર્નિયમ ૩૦:૧૧-૨૦

એક બહેન કહે છે: “મને ઘણી વાર એવી બીક લાગે છે કે યહોવાહ મને વિશ્વાસુ નહિ ગણે.” આ બહેનને લાગે છે કે નાનપણમાં થયેલા ખરાબ બનાવની તેમના આખા જીવન પર અસર પડી છે. શું એમ બની શકે? શું આપણા જીવનમાં કોઈ ખરાબ સંજોગો બને તો, એ પ્રમાણે જ જીવવું પડે? શું એમાં કોઈ ફેરફાર ન કરી શકીએ? જરૂર કરી શકીએ, યહોવાહે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. તેથી આપણે પોતે પસંદ કરીએ કે કેવું જીવન જીવવા માંગીએ છીએ. યહોવાહ ઇચ્છે છે કે આપણે ખરી પસંદગી કરીએ. એમ કરવા બાઇબલ આપણને મદદ કરે છે. ચાલો પુનર્નિયમ ત્રીસમા અધ્યાયના મુસાના શબ્દો પર વિચાર કરીએ.

ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે એ જાણવું અને એ પ્રમાણે કરવું અઘરું છે?a મુસાએ જણાવ્યું: “આ જે આજ્ઞા હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ ઉપરાંતની નથી, ને તારાથી ઘણી વેગળી પણ નથી.” (કલમ ૧૧) યહોવાહ આપણી પાસે કોઈ અશક્ય બાબત માંગતા નથી. તે આપણે કરી શકીએ એટલું જ માંગે છે. યહોવાહ શું ચાહે છે એ શોધવા આપણે “આકાશમાં” જવાનું નથી કે ‘સમુદ્ર પાર કરવાનો નથી.’ (કલમ ૧૨, ૧૩) આપણે બાઇબલમાંથી સહેલાઈથી જાણી શકીએ કે કેવું જીવન જીવવું જોઈએ.—મીખાહ ૬:૮.

યહોવાહ આપણને તેમની આજ્ઞાઓ પાળવા કદી પણ બળજબરી કરતા નથી. તેમણે મુસા દ્વારા લખાવ્યું: “મેં આજ તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે.” (કલમ ૧૫) હવે જીવન કે મરણ પસંદ કરવું આપણા હાથમાં છે. આપણે ઈશ્વરની ભક્તિ કરવાનું અને તેમની આજ્ઞા પાળવાનું પસંદ કરીશું તો આશીર્વાદો મળશે. એમ નહિ કરીશું તો ખરાબ પરિણામો ભોગવવા પડશે. એટલે આપણે જેવું વાવીશું એવું જ લણીશું.—કલમ ૧૬-૧૮; ગલાતી ૬:૭, ૮.

આપણી પસંદગીથી શું યહોવાહને કંઈ ફરક પડે છે? હા, પડે છે. એટલે જ તેમણે મુસા દ્વારા જણાવ્યું કે ‘જીવન પસંદ કરો.’ (કલમ ૧૯) પણ આપણે જીવન કેવી રીતે પસંદ કરી શકીએ? મુસાએ સમજાવ્યું: ‘યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખ, તેમની વાણી સાંભળ, ને તેમને વળગી રહે.’ (કલમ ૨૦) આપણે યહોવાહને પ્રેમ કરતા હોઈશું તો, ગમે તેવા સંજોગોમાં તેમની આજ્ઞાઓ પાળીશું અને તેમને વળગી રહીશું. આમ આપણે જીવન પસંદ કરીએ છીએ. એનાથી હમણાં તો જીવન સારું બનશે જ, ભાવિમાં પણ હંમેશ માટેનું જીવન મળશે.—૨ પીતર ૩:૧૧-૧૩; ૧ યોહાન ૫:૩.

આ દુષ્ટ જગતમાં ભલે આપણે ગમે તે અનુભવ્યું હોય. પણ મુસાના શબ્દોથી ખાતરી થાય છે કે આપણે જીવનમાં ફેરફાર કરી શકીએ છીએ. આપણું ભાવિ અંધકારમાં નથી. યહોવાહે આપણને પસંદગી કરવાની ભેટ આપી છે. આપણે યહોવાહને પ્રેમ કરવાનું, તેમની આજ્ઞા પાળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરવું જોઈએ. આપણે એવી પસંદગી કરીશું તો, યહોવાહ ચોક્કસ આશીર્વાદ આપશે.

યહોવાહને પ્રેમ કરવાનું અને તેમની ભક્તિ કરવાનું આપણે પોતે પસંદ કરી શકીએ છીએ. આ હકીકતથી ઉપર જણાવેલી બહેનને ઘણો દિલાસો મળ્યો. તે કહે છે, “હું યહોવાહને પ્રેમ કરું છું એ હકીકત ઘણી વાર ભૂલી જઉં છું. પણ હવે મને ખાતરી છે કે યહોવાહ મને વિશ્વાસુ ગણે છે.” યહોવાહની મદદથી આપણે પણ તેમને વળગી રહી શકીએ. (w09 11/01)

[ફુટનોટ્‌સ]

a નવેમ્બર ૧, ૨૦૦૯ ચોકીબુરજમાં “ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ—યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?” લેખ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો