વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૩/૧ પાન ૪-૫
  • સ્વર્ગ કેવું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્વર્ગ કેવું છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્વર્ગમાં શું થાય છે?
  • શું માણસને સ્વર્ગમાં જવા બનાવ્યો હતો?
  • સ્વર્ગમાં જવા વિષે લોકો શું માને છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • હંમેશનું સુખી જીવન સ્વર્ગમાં કે પૃથ્વી પર?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પૃથ્વી
    સજાગ બનો!—૨૦૧૫
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૩/૧ પાન ૪-૫

સ્વર્ગ કેવું છે?

અમુક લોકોને લાગે છે કે સ્વર્ગ વિષે જાણવું અશક્ય છે. કેમ કે, કોઈ ત્યાંથી આવ્યું નથી. પણ તેઓ કદાચ ઈસુના આ શબ્દો ભૂલી ગયા: “હું સ્વર્ગમાંથી અહીં આવ્યો છું.” (યોહાન ૬:૩૮, IBSI) ઈસુએ અમુક ધર્મગુરુઓને કહ્યું: “તમે પૃથ્વી પરના છો, હું સ્વર્ગનો છું.” (યોહાન ૮:૨૩, IBSI) સ્વર્ગ વિષે ઈસુએ શું કહ્યું?

ઈસુએ જણાવ્યું કે ઈશ્વર યહોવાહ સ્વર્ગમાં રહે છે. તેમણે ઈશ્વરને ‘સ્વર્ગમાંના મારા પિતા’ કહ્યાં.—માથ્થી ૧૨:૫૦, IBSI.

ભલે માણસોએ મોટા મોટા દૂરબીનથી આકાશની તપાસ કરી છે. અરે, તેઓ પોતે આકાશમાં જઈ આવ્યા છે. પણ કોઈએ ‘ઈશ્વરને કદી જોયા નથી.’ (યોહાન ૧:૧૮) કેમ નહિ?

કેમ કે, યહોવાહ પાસે આપણા જેવું લોહી-માંસનું શરીર નથી. એટલે જ્યારે ઈસુએ કહ્યું કે ‘તે સ્વર્ગમાંના પિતા સાથે રહેતા હતા’ ત્યારે, તેઓ પાસે એવું શરીર હતું જે મનુષ્યોના શરીરથી તદ્દન અલગ છે. (યોહાન ૧૭:૫; ફિલિપી ૩:૨૦, ૨૧) ઈસુ અને તેમના પિતા જ્યાં રહે છે એને બાઇબલ સ્વર્ગ તરીકે ઓળખાવે છે. એ શાના જેવું છે અને ત્યાં શું થાય છે?

સ્વર્ગમાં શું થાય છે?

બાઇબલ કહે છે કે સ્વર્ગમાં ઘણું કામ થાય છે. બાઇબલ એ પણ જણાવે છે કે સ્વર્ગમાં અબજો સ્વર્ગદૂતો છે. (દાનીયેલ ૭:૯, ૧૦) દરેક દૂતની લાગણી, સ્વભાવ અને વિચારો એકબીજાથી અલગ છે. આપણે એમ કઈ રીતે કહી શકીએ? કેમ કે, વિશ્વમાં સર્વ સજીવોમાં કોઈ પણ બે બાબત સરખી નથી. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે સ્વર્ગના દૂતો પણ એક સરખા નથી. પણ મહત્ત્વની બાબત એ છે કે અબજો દૂતો અલગ હોવા છતાં, બધા સંપીને કામ કરે છે. જ્યારે કે દુનિયાના લોકો એકબીજા સાથે હળીમળીને કામ કરતા નથી.

સ્વર્ગમાં દૂતો શું કરે છે? બાઇબલ કહે છે: “યહોવાહનું વચન પાળનારા, તથા તેનાં વચન સાંભળનારા તેના દૂતો, તમે યહોવાહને સ્તુત્ય માનો. હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેની ઇચ્છાને અનુસરનાર તેના સેવકો, તમે તેને સ્તુત્ય માનો.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧) આ બતાવે છે કે સ્વર્ગમાં ઘણું કામ થાય છે. એ કામમાં દૂતોને ઘણો સંતોષ મળે છે.

પૃથ્વીનું સર્જન થયું એના ઘણાં વર્ષો પહેલાંથી સ્વર્ગદૂતો ખુશી ખુશી યહોવાહની સેવા કરતા આવ્યા છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે પૃથ્વી બનાવી ત્યારે “સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા.” (અયૂબ ૩૮:૪, ૭) આ સર્વ સ્વર્ગદૂતોમાંથી એક ખાસ દૂત હતો. તેને આ વિશ્વ સર્જન કરવામાં ઈશ્વરને મદદ કરવાનો લહાવો મળ્યો હતો. (કોલોસી ૧:૧૫-૧૭) સ્વર્ગમાં દૂતો ખુશીથી સેવા કરી રહ્યાં છે. એટલે સવાલ થાય કે શું માણસો પણ ત્યાં સેવા કરશે?

શું માણસને સ્વર્ગમાં જવા બનાવ્યો હતો?

ઈશ્વરે સ્વર્ગમાં દૂતોને બનાવ્યા હતા. પછી પૃથ્વી પર પ્રથમ પુરુષ અને સ્ત્રીને બનાવ્યા. તેઓ પાસે ઈશ્વરને જાણવાની અને તેમની ભક્તિ કરવાની ક્ષમતા હતી. ઈશ્વરે તેઓને આમ આશીર્વાદ આપ્યો: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) આદમ અને તેના સંતાનોને રહેવા માટે ઈશ્વરે સુંદર પૃથ્વી આપી હતી. બાઇબલ જણાવે છે, “સ્વર્ગો તે યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.” (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬, NW) આ બતાવે છે કે ઈશ્વરે માણસોને સ્વર્ગમાં જીવવા બનાવ્યા ન હતા.

મોટાભાગના લોકો જીવતા રહેવા લાખ કોશિશ કરે છે. કેમ કે તેઓને મરવું નથી. પણ શા માટે મનુષ્ય મરણ પામે છે? કેમ કે, આદમે યહોવાહની આજ્ઞા તોડી હોવાથી ઈશ્વરે તેને મોતની શિક્ષા કરી. પણ જો આદમે આજ્ઞા પાળી હોત તો તે આજે પણ જીવતો હોત.—ઉત્પત્તિ ૨:૧૭; રૂમી ૫:૧૨.

પણ ઈશ્વરે કદીએ આદમને સ્વર્ગમાં જવા વિષે જણાવ્યું ન હતું. પૃથ્વી પરનું જીવન કોઈ પરીક્ષા જેવું નથી જેમાં પાસ થાઓ, તો જ સ્વર્ગમાં જઈ શકો. ઈશ્વરે માણસને પૃથ્વી પર હંમેશ માટે જીવવા બનાવ્યો હતો. ઈશ્વરનો આ હેતુ થોડા સમયમાં પૂરો થશે. બાઇબલ વચન આપે છે: ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ સાફ બતાવે છે કે યહોવાહનો હેતુ એ ન હતો કે મનુષ્ય સ્વર્ગમાં રહે. તો પછી, શા માટે ઈસુએ પ્રેરિતોને સ્વર્ગમાં લઈ જવાનું વચન આપ્યું? શું ઈસુ એવું કહેવા માંગતા હતા કે સર્વ સારા લોકો સ્વર્ગમાં જશે? (w10-E 02/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો