વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૧/૧ પાન ૮
  • ૫ ક્યાં અને ક્યારે કરવી જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૫ ક્યાં અને ક્યારે કરવી જોઈએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સરખી માહિતી
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પ્રાર્થના કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ૩ કેવી રીતે કરવી જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૧/૧ પાન ૮

પ્રાર્થના

૫ ક્યાં અને ક્યારે કરવી જોઈએ?

મોટા ભાગના ધર્મો ભાર મૂકે છે કે મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવી જગ્યાઓએ પ્રાર્થના કરવી જોઈએ. એટલું જ નહિ, તેઓ પ્રાર્થના કરવાનો ખાસ સમય પણ નક્કી કરે છે. શું બાઇબલ એવું જણાવે છે કે અમુક જગ્યાએ કે અમુક સમયે જ પ્રાર્થના કરવી જોઈએ?

બાઇબલ અમુક એવા સંજોગો વિષે જણાવે છે, જ્યારે પ્રાર્થના કરવી જોઈએ. જેમ કે, ઈસુએ શિષ્યો સાથે ભોજન લેતા પહેલાં, પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. (લુક ૨૨:૧૭) તેમના શિષ્યો ઈશ્વરની ભક્તિ કરવા ભેગા મળ્યા ત્યારે પણ તેઓએ પ્રાર્થના કરી. આમ, તેઓએ યહુદી સભાસ્થાનો અને યરૂશાલેમના મંદિરમાં લાંબા સમયથી ચાલતી રીત પ્રમાણે કર્યું. ઈશ્વરની ઇચ્છા હતી કે એ મંદિર ‘સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર’ બને.—માર્ક ૧૧:૧૭.

આજે પણ ઈશ્વરના ભક્તો ભેગા મળીને પ્રાર્થના કરે છે ત્યારે, તેઓની અરજો સાંભળવામાં આવે છે. એક દિલથી અને બાઇબલના સિદ્ધાંતોને આધારે કરેલી પ્રાર્થનાથી યહોવાહ રાજી થાય છે. એનાથી યહોવાહ કદાચ એવાં પગલાં લે જે તેમણે આપણી પ્રાર્થના વગર લીધાં ન હોત. (હેબ્રી ૧૩:૧૮, ૧૯) યહોવાહના સાક્ષીઓ દરેક સભાની શરૂઆતમાં અને અંતે પ્રાર્થના કરે છે. તમે પણ એવી સભાઓમાં આવો અને પ્રાર્થનાઓ સાંભળો.

બાઇબલ એવું નથી જણાવતું કે કોઈ ખાસ સમયે કે જગ્યાએ જ પ્રાર્થના કરવી જોઈએ. બાઇબલ એવા ઘણા ઈશ્વરભક્તો વિષે જણાવે છે, જેઓએ અલગ અલગ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી હતી. ઈસુએ પણ કહ્યું હતું કે ‘જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કર, અને તને જોનાર ઈશ્વર તને બદલો આપશે.’—માત્થી ૬:૬.

કેવું સરસ કે આપણે વિશ્વના માલિક, યહોવાહને કોઈ પણ સમયે પ્રાર્થના કરી શકીએ! તેમને દિલ ખોલીને જે કહેવું હોય એ કહી શકીએ. તે ચોક્કસ સાંભળશે એવી ખાતરી રાખી શકીએ. હવે આપણે સમજી શકીએ કે કેમ ઈસુ વારંવાર પ્રાર્થના કરવા સમય કાઢતા. એક વાર તેમણે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં, ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા આખી રાત પ્રાર્થના કરી.—લુક ૬:૧૨, ૧૩.

બાઇબલમાં બીજા એવા ઈશ્વરભક્તો વિષે પણ જોવા મળે છે, જેઓએ ભારે નિર્ણયો લેવા કે મોટી તકલીફો સહન કરવા પ્રાર્થના કરી. અમુક વાર તેઓએ મોટેથી તો અમુક વાર મનમાં પ્રાર્થના કરી. ભેગા મળીને અને એકલા પણ પ્રાર્થના કરી. મહત્ત્વનું તો એ કે તેઓએ પ્રાર્થના કરી. યહોવાહ પોતાના ભક્તોને ‘નિત્ય પ્રાર્થના કરવાનું’ કહે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭) જેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવે છે, તેઓની પ્રાર્થના તે રાજીખુશીથી કાયમ સાંભળે છે. ખરેખર, એમાં યહોવાહનો પ્રેમ દેખાઈ આવે છે.

જોકે, આજની દુનિયામાં ઘણા વિચારશે કે પ્રાર્થના કરવાનો ફાયદો છે કે કેમ. એટલે સવાલ થાય કે ‘શું પ્રાર્થના કરવાથી મને કોઈ મદદ મળશે?’ (w10-E 10/01)

[પાન ૮ પર ચિત્રનું મથાળું]

આપણે કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો