વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૭/૧ પાન ૧૨-૧૩
  • આ ગુનેગાર પાસેથી આપણને શું શીખવા મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આ ગુનેગાર પાસેથી આપણને શું શીખવા મળે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૭/૧ પાન ૧૨-૧૩
[પાન ૧૨ પર ચિત્ર]

તમારાં બાળકોને શીખવો

આ ગુનેગાર પાસેથી આપણને શું શીખવા મળે છે?

અહીંયા ચિત્રમાં ઈસુ જેની સાથે વાત કરી રહ્યા છે, એ ગુનેગાર પાસેથી આપણે ઘણું શીખી શકીએ. એ ગુનેગાર પોતે કરેલા ગુનાઓને લીધે દુઃખી છે. તે ઈસુને પૂછે છે: “તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઈસુ ગુનેગાર જોડે વાત કરી રહ્યા છે. શું તમે જાણો છો કે ઈસુ તેને શું કહી રહ્યા છે?—a ઈસુ તેને વચન આપે છે: “તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.”

[પાન ૧૨ પર ચિત્ર]

તમને શું લાગે છે, પારાદૈસ કે સુંદર બગીચો કેવો હશે?​— એનો ખરો જવાબ મેળવવા, ચાલો આપણે પહેલા પુરુષ અને સ્ત્રી, આદમ અને હવા માટે ઈશ્વરે જે સુંદર બગીચો બનાવ્યો હતો એની વાત કરીએ. એ સુંદર બગીચો ક્યાં હતો? સ્વર્ગમાં કે પૃથ્વી પર?—

જો તમે એમ કહો કે પૃથ્વી પર, તો તમારો જવાબ ખરો છે. એટલે, આપણે પેલા ગુનેગાર વિશે વિચારીએ કે તે “પારાદૈસમાં” હશે, તો એનો અર્થ એ થાય કે પૃથ્વી જ્યારે પારાદૈસ કે સુંદર બગીચો બનશે ત્યારે, તે ગુનેગાર અહીંયા પૃથ્વી પર હશે. એ સુંદર બગીચો કેવો હશે?— ચાલો જોઈએ.

યહોવા ઈશ્વરે પહેલું માનવ યુગલ, આદમ અને હવાને બનાવ્યા પછી, બાઇબલ જણાવે છે કે તેમણે તેઓને અહીં પૃથ્વી પર સુંદર બગીચામાં મૂક્યા. એ ‘એદન વાડી’ તરીકે ઓળખાતો. શું તમે કલ્પના કરી શકો કે, ‘એદન વાડી’ કેટલી સુંદર હતી?— ખરેખર, આજે કોઈએ જોઈ પણ ન હોય એવી એ ખૂબ સુંદર જગ્યા હતી!

તમને શું લાગે છે? શું ઈસુ પેલા ગુનેગાર સાથે પૃથ્વી પર હશે, જેને પોતે કરેલા પાપોનું દુઃખ થતું હતું?— ના, ઈસુ તો સ્વર્ગમાંથી સુંદર બગીચા જેવી પૃથ્વી પર રાજ કરતા હશે. એટલે, ઈસુ એ અર્થમાં ગુનેગાર સાથે હશે કે તે ગુનેગારને મરણમાંથી જીવતો કરશે અને સુંદર પૃથ્વી પર તેને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખશે. પણ ઈસુ શા માટે એવા માણસને સુંદર બગીચા જેવી પૃથ્વી પર રહેવા દે, જે ગુનેગાર હતો?— ચાલો એ વિશે વાત કરીએ.

[પાન ૧૩ પર ચિત્ર]

એ વાત સાચી કે, ગુનેગારે ઘણાં ખોટાં કામ કર્યા હતા. પણ પૃથ્વી પર થઈ ગયેલા બીજા અબજો લોકોએ પણ ખોટાં કામ કર્યાં છે. જોકે, તેઓમાંથી મોટા ભાગનાને યહોવા વિશે અને તેમની આજ્ઞાઓ વિશે શીખવા મળ્યું ન હતું. એટલે તેઓ ખોટાં કામો કરતા હતા.

[પાન ૧૩ પર ચિત્ર]

એટલે એવા લોકોને સુંદર બગીચા જેવી આ પૃથ્વી પર જીવતા કરવામાં આવશે. એમાં એ ગુનેગાર પણ આવી જાય છે, જેની સાથે ઈસુએ વધસ્તંભ પર વાત કરી હતી. તેઓને શીખવવામાં આવશે કે ઈશ્વરની ઇચ્છા શું છે. પછી તેઓએ બતાવી આપવું પડશે કે પોતે યહોવાને પ્રેમ કરે છે.

શું તમે જાણો છો કે તેઓ કઈ રીતે એ બતાવી શકે?​— ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરીને. એ સમયે, સુંદર પૃથ્વી પર જીવવું અને યહોવાને તથા એકબીજાને પ્રેમ કરતા લોકો સાથે રહેવું કેવું સરસ હશે! (w13-E 06/01)

તમારા બાઇબલમાં વાંચો

  • લુક ૨૩:૩૨-૪૩

  • ઉત્પત્તિ ૨:૭-૯

  • પ્રકટીકરણ ૨૧:૩-૫

a તમે બાળક સાથે વાંચતા હો તો, આ લાંબી લીટી યાદ કરાવશે કે બાળકના વિચારો જાણવા તમારે થોભવાની જરૂર છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો