વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૧/૧૫ પાન ૧૦-૧૪
  • આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • મીખાહ પાસેથી શીખીએ
  • બનાવો બતાવશે કે અંત નજીક છે
  • યહોવાએ બતાવેલી ધીરજની કદર કરીએ
  • અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહના સેવકોની આશા અમર છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાહ શું માગે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • પ્રબોધકોનો દાખલો લો—મીખાહ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૧/૧૫ પાન ૧૦-૧૪

આપણે કઈ રીતે ‘રાહ જોવાનું’ વલણ રાખી શકીએ?

‘હું રાહ જોઈશ.’—મીખા. ૭:૭.

જવાબમાં તમે શું કહેશો?

  • મીખાહના દાખલામાંથી શું શીખી શકીએ?

  • આપણે કયા બનાવો બનવાની રાહ જોઈએ છીએ?

  • યહોવાની ધીરજ માટે કદર બતાવવાની અમુક રીતો કઈ છે?

૧. કોઈ વાર આપણી ધીરજ કેમ ખૂટી જઈ શકે?

સાલ ૧૯૧૪માં ઈસુને રાજા બનાવવામાં આવ્યા ત્યારથી શેતાનના રાજની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. સ્વર્ગમાં લડાઈ થઈ ત્યારે ઈસુએ શેતાન અને દુષ્ટ દૂતોને પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટીકરણ ૧૨:૭-૯ વાંચો.) શેતાન જાણે છે કે તેની પાસે હવે “થોડો જ વખત રહેલો છે.” (પ્રકટી. ૧૨:૧૨) પરંતુ, અમુક લોકોને એવું લાગે કે એ “થોડો જ વખત” બહુ લાંબો ચાલ્યો છે. આપણા વિશે શું? યહોવા કોઈ પગલું ભરે એની આપણે ધીરજથી રાહ જોઈએ છીએ, કે પછી ધીરજ ખોઈ બેઠા છીએ?

૨. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

૨ ધીરજ ન રાખવાથી કદાચ આપણે વગર વિચાર્યું કરી બેસીએ અને જોખમમાં પડી શકીએ છીએ. તેથી, ધીરજથી રાહ જોવામાં મદદ મળે માટે આ સવાલોના જવાબ જોઈશું: (૧) પ્રબોધક મીખાહે બતાવેલી ધીરજમાંથી શું શીખી શકીએ? (૨) કયા બનાવો બતાવશે કે અંત નજીક છે? (૩) યહોવાએ બતાવેલી ધીરજની કઈ રીતે કદર કરી શકીએ?

મીખાહ પાસેથી શીખીએ

૩. મીખાહના સમયમાં ઈસ્રાએલની સ્થિતિ કેવી હતી?

૩ મીખાહ ૭:૨-૬ વાંચો. રાજા આહાઝના રાજમાં પ્રબોધક મીખાહે જોયું કે ઈસ્રાએલીઓ ભક્તિમાં ધીરે ધીરે ઠંડા પડી રહ્યા છે. અરે, એક એવો સમય આવ્યો કે તેઓ સાવ ભટકી ગયા. મીખાહે તેઓની સરખામણી “ઝાંખરા” અને “કાંટાની વાડ” સાથે કરી. કારણ, તેઓનું વર્તન બીજાઓને નુકસાન પહોંચાડે એવું ક્રૂર હતું. તેઓનું વર્તન એટલી હદે ખરાબ હતું કે તેઓના કુટુંબમાં પણ ભાગલા પડ્યા હતા. મીખાહે જોયું કે પોતે તેઓની એ પરિસ્થિતિને સુધારી શકશે નહિ. તેથી, તેમણે યહોવા આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવ્યું. પછી, મીખાહે ધીરજથી રાહ જોઈ. મીખાહને વિશ્વાસ હતો કે યહોવા જરૂર પોતાના સમયે પગલાં ભરશે.

૪. આપણને કયા પડકારોનો સામનો કરવો પડે છે?

૪ મીખાહની જેમ આપણે પણ સ્વાર્થી લોકો વચ્ચે જીવીએ છીએ. આજે, ઘણા લોકો ‘આભાર ન માનનારા, અધર્મી અને પ્રેમ વગરના’ છે. (૨ તીમો. ૩:૨, ૩) આપણી સાથે કામ કરનારા, સ્કૂલમાં ભણનારા કે પછી પડોશીઓ સ્વાર્થી વલણ બતાવે ત્યારે આપણે નિરાશ થઈ શકીએ છીએ. જોકે, ઈશ્વરના કેટલાક સેવકોએ એનાથી વધુ મોટા પડકારોનો સામનો કર્યો છે. મીખાહ ૭:૬ની જેમ ઈસુએ પણ કહ્યું હતું કે, તેમના શિષ્યોને કુટુંબીજનોના વિરોધનો સામનો કરવો પડશે. ઈસુએ જણાવ્યું, “હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ, પુત્રીને તેની મા વિરૂદ્ધ અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું. મનુષ્યના શત્રુ તો તેમના ઘરના લોકો જ બનશે.” (માથ. ૧૦:૩૫, ૩૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાને ન ભજનારા કુટુંબીજનો આપણી મશ્કરી અને વિરોધ કરે છે ત્યારે, સહન કરવું અઘરું બની શકે. એવા સંજોગોમાં આપણે દબાણમાં આવીને હાર ન માની લઈએ. એના બદલે, યહોવાને વફાદાર રહીએ અને તે બાબતો સુધારે એની ધીરજથી રાહ જોઈએ. આપણે પ્રાર્થનામાં સતત મદદ માંગીશું તો, યહોવા આપણને સહન કરવાની શક્તિ અને ડહાપણ આપશે.

૫, ૬. યહોવાએ મીખાહને કેવો આશીર્વાદ આપ્યો? મીખાહ શું થતા જોઈ શક્યા નહિ?

૫ મીખાહે જે ધીરજ રાખી એ માટે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. મીખાહે રાજા આહાઝ અને તેની દુષ્ટ સત્તાનો અંત નજરે જોયો. તેમણે આહાઝના દીકરા હિઝકિયાને રાજગાદીએ બેસતા જોયા, જે એક સારા રાજા હતા. રાજાએ ઈસ્રાએલીઓને સાચી ભક્તિ તરફ પાછા વાળ્યા હતા. ઈસ્રાએલના ઉત્તરી રાજ્યો વિરુદ્ધ આશ્શૂરીઓએ ચઢાઈ કરી ત્યારે, યહોવાએ મીખાહ દ્વારા સમરૂન વિશે આપેલો ચુકાદો સાચો પડ્યો.—મીખા. ૧:૬.

૬ જોકે, બધી ભવિષ્યવાણીઓ પૂરી થતા મીખાહ જોઈ શક્યા નહિ. દાખલા તરીકે, મીખાહે લખ્યું હતું: ‘પાછલા દિવસોમાં યહોવાના મંદિરની સ્થાપના પર્વતોના શિખર પર થશે. એને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. ઘણી પ્રજાઓ કહેશે કે ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર જઈએ.’ (મીખા. ૪:૧, ૨) મીખાહ એ ભવિષ્યવાણી પૂરી થાય એના ઘણા સમય પહેલાં મરણ પામ્યા હતા. ભલે આસપાસના લોકો ગમે તે કરતા, મીખાહ છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહ્યા. તેમણે લખ્યું, “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે અને અમે સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” (મીખા. ૪:૫) યહોવા પોતાનાં બધાં વચનો ચોક્કસ પૂરાં કરશે એવી ખાતરી હોવાથી, મીખાહ મુશ્કેલ સમયોમાં ધીરજ રાખી શક્યા. એ વિશ્વાસુ પ્રબોધકે યહોવામાં પૂરો ભરોસો રાખ્યો.

૭, ૮. (ક) યહોવા પર ભરોસો મૂકવાનું આપણી પાસે કયું કારણ છે? (ખ) કઈ બાબત કરવાથી સમય જલદી પસાર થશે?

૭ શું આપણને પણ યહોવામાં એવો ભરોસો છે? ભરોસો રાખવા આપણી પાસે એક સારું કારણ છે. આપણે મીખાહની ભવિષ્યવાણીને પૂરી થતા જોઈ રહ્યા છીએ. હાલમાં “પાછલા દિવસો” એટલે કે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આપણા સમયમાં સર્વ દેશો, કુળો અને ભાષાનાં લાખો લોકો ‘પર્વત પર સ્થાપેલા યહોવાના મંદિર’ તરફ આવ્યા છે. અરે, જે દેશો એકબીજાના દુશ્મન છે, એવા દેશોમાંથી કેટલાક આવ્યા છે. છતાં, એ ઈશ્વરભક્તોએ ‘તરવારોને ટીપીને હળની કોશો બનાવી છે’ અને “ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ” એવી મનમાં ગાંઠ વાળી છે. (મીખા. ૪:૩) યહોવાના એવા શાંતિપ્રિય લોકોમાં આપણી ગણતરી થવી, ખરેખર એક લહાવો કહેવાય!

૮ આપણે બધા ઇચ્છીએ છીએ કે યહોવા આ દુષ્ટ દુનિયાનો જલદી જ અંત લાવે. પરંતુ, ધીરજથી રાહ જોવા, બાબતોને યહોવાની નજરે જોવી જરૂરી છે. તેમણે સર્વ મનુષ્યોનો ન્યાય કરવા ઈસુને “નીમેલા માણસ” તરીકે પસંદ કર્યા છે. (પ્રે.કૃ. ૧૭:૩૧) યાદ રાખીએ કે ન્યાયનો દિવસ નજીક હોવાથી બધા લોકોનું જીવન જોખમમાં છે. એ પહેલાં ઈશ્વર ચાહે છે કે “સત્યનું” ખરું જ્ઞાન મેળવવાની બધાને તક મળે, તેઓ એ જ્ઞાન પ્રમાણે ચાલે અને બચી જાય. (૧ તીમોથી ૨:૩, ૪ વાંચો.) ઈશ્વરનું ખરું જ્ઞાન લેવામાં બીજાઓને આપણે મદદ કરતા રહીએ. યહોવાનો મહાન દિવસ હાથવેંતમાં છે. જલદી જ સમય વીતી જશે અને ન્યાયનો દિવસ અચાનક આવી પડશે. એ સમય સુધી આપણે રાજ્યની ખુશખબર ફેલાવવામાં મંડ્યા રહીશું, તો કેટલું સારું!

બનાવો બતાવશે કે અંત નજીક છે

૯-૧૧. પહેલો થેસ્સાલોનીકી ૫:૩ની ભવિષ્યવાણી શું પૂરી થઈ છે? સમજાવો.

૯ પહેલો થેસ્સાલોનીકી ૫:૧-૩ વાંચો. નજીકના ભાવિમાં દેશો જાહેર કરશે કે “શાંતિ તથા સલામતી છે.” એ ઘોષણાથી ન છેતરાવા જરૂરી છે કે આપણે “જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સા. ૫:૬) ભક્તિમાં સજાગ રહેવા માટે એ મહત્ત્વની ઘોષણા તરફ લઈ જતા બનાવો વિશે આગળ ચર્ચા કરીશું.

૧૦ પ્રથમ વિશ્વયુદ્ધ પછી, દેશો શાંતિ માટે પોકારી ઊઠ્યાં અને ઘણી આશા સાથે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી પણ શાંતિ લાવવા યુનાઈટેડ નેશન્સ સ્થાપવામાં આવ્યું. લોકોએ એમાં ઘણી આશા મૂકી છે. સરકારો અને ધર્મગુરુઓએ શાંતિ માટે એ સંસ્થાઓ પર ભરોસો મૂક્યો છે. દાખલા તરીકે, યુનાઈટેડ નેશન્સે ૧૯૮૬ને આંતરરાષ્ટ્રીય શાંતિ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. એ જ વર્ષે ઇટલીમાં નેતાઓ અને ધર્મગુરુઓએ કૅથલિક ચર્ચના પ્રમુખ સાથે મળીને શાંતિ માટે પ્રાર્થનાઓ કરી.

૧૧ જોકે, શાંતિ અને સલામતીની એ ઘોષણા અને એના જેવા બીજા પ્રયત્નોથી પહેલો થેસ્સાલોનીકી ૫:૩ની ભવિષ્યવાણી પૂરી થતી નથી. કેમ નહિ? કારણ કે “અકસ્માત નાશ” હજી થયો નથી.

૧૨. “શાંતિ અને સલામતી”ની ઘોષણા વિશે આપણે શું જાણીએ છીએ?

૧૨ “શાંતિ અને સલામતી”ની એ મહત્ત્વની ઘોષણા ભાવિમાં કોણ કરશે? એમાં ચર્ચ અને બીજા ધર્મોના આગેવાનો કેવો ભાગ ભજવશે? સરકારી અધિકારીઓ એમાં કઈ રીતે સંકળાયેલા હશે? બાઇબલ એ વિશે જણાવતું નથી. જોકે, આપણે એટલું જાણીએ છીએ કે લોકોને ભલે સાચી લાગે પણ ખરી શાંતિ અને સલામતી એ ઘોષણા ક્યારેય લાવી શકશે નહિ. કારણ કે, દુનિયા પર શેતાનનું રાજ હોવાથી એના હાલ સુધરશે નહિ. જો આપણે શેતાનની એવી વાતોમાં આવીને રાજકીય પક્ષોને ટેકો આપીશું, તો એ અફસોસજનક બનશે.

૧૩. વિનાશક વાયુને દૂતો શા માટે રોકી રહ્યા છે?

૧૩ પ્રકટીકરણ ૭:૧-૪ વાંચો. આપણે રાહ જોઈએ છીએ કે ૧ થેસ્સાલોનીકી ૫:૩ની ભવિષ્યવાણી જલદી જ પૂરી થાય. હાલમાં, મોટી વિપત્તિના વિનાશક વાયુને શક્તિશાળી દૂતો રોકી રહ્યા છે. તેઓ એક ખાસ બનાવ પૂરો થવાની રાહ જોઈ રહ્યા છે. એના વિશે પ્રેરિત યોહાને લખ્યું કે “ઈશ્વરના દાસો” એટલે કે બધા અભિષિક્તો પર આખરી મુદ્રા કરવામાં આવશે.a એ મહત્ત્વના બનાવ પછી તરત જ દૂતો વિનાશક વાયુને છૂટા મૂકશે. પછી શું બનશે?

૧૪. કઈ બાબતો બતાવશે કે મહાન બાબેલોનનો અંત નજીક છે?

૧૪ મહાન બાબેલોન એટલે કે જૂઠા ધર્મોના સામ્રાજ્યનો જલદી જ નાશ થશે. હાલમાં, એનાં લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. એને “પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ” બચાવી શકશે નહિ. (પ્રકટી. ૧૬:૧૨; ૧૭:૧૫-૧૮; ૧૮:૭, ૮, ૨૧) ધર્મો અને એના ગુરુઓને લોકોથી મળતો ટેકો હવે ઓછો થતો જાય છે. અરે, સમાચારોમાં એની ઝલક સાફ જોવા મળે છે. છતાં, ધર્મગુરુઓને લાગે છે કે તેઓને કોઈ ખતરો નથી. તેઓ કેટલાં ખોટા છે! “શાંતિ અને સલામતી”ની ઘોષણા પછી સરકારો તરત જ જૂઠા ધર્મો પર હુમલો કરીને એનું નામોનિશાન મિટાવી દેશે. એ પછી ફરી કદી પણ મહાન બાબેલોન જોવા મળશે નહિ! સાચે જ, એ અદ્‍ભુત બનાવોની ધીરજથી રાહ જોવામાં મોટો ફાયદો છે.—પ્રકટી. ૧૮:૮, ૧૦.

યહોવાએ બતાવેલી ધીરજની કદર કરીએ

૧૫. યહોવા શા માટે ધીરજથી રાહ જોઈ રહ્યા છે?

૧૫ લોકોએ યહોવાના નામનું વારંવાર અપમાન કર્યું છે. તોપણ, ખરા સમયે પગલાં ભરવાં યહોવા ધીરજથી રાહ જોઈ રહ્યા છે. યહોવા નથી ચાહતા કે એક પણ નમ્ર વ્યક્તિ નાશ પામે. (૨ પીત. ૩:૯, ૧૦) શું તેમના જેવું આપણે પણ અનુભવીએ છીએ? અંત આવે ત્યાં સુધી, આપણે યહોવાની ધીરજની કદર ત્રણ રીતે બતાવી શકીએ. ચાલો એ વિશે જોઈએ.

૧૬, ૧૭. (ક) ભક્તિમાં સાવ ઠંડા પડી ગયેલાઓને આપણે શા માટે મદદ આપવી જોઈએ? (ખ) તેઓ યહોવા તરફ જલદી જ પાછા ફરે, એ શા માટે મહત્ત્વનું છે?

૧૬ ભક્તિમાં સાવ ઠંડા પડી ગયેલાઓને મદદ આપીએ. ઈસુએ જણાવ્યું હતું કે એક પણ ખોવાયેલું ઘેટું પાછું મળે તો, સ્વર્ગમાં આનંદ છવાઈ જાય છે. (માથ. ૧૮:૧૪; લુક ૧૫:૩-૭) દેખીતું છે કે, ભક્તિમાં સાવ ઠંડી પડી ગઈ હોય એવી વ્યક્તિઓની પણ યહોવા કાળજી લે છે. આપણે એવી વ્યક્તિને મંડળમાં પાછી આવવામાં મદદ કરીએ છીએ ત્યારે, યહોવા અને દૂતોને ઘણો આનંદ થાય છે.

૧૭ શું તમે પણ ભક્તિની પ્રવૃત્તિઓમાં હવે બિલકુલ ભાગ લેતા નથી? મંડળમાં કોઈએ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાથી, શું તમે સભાઓમાં જવાનું બંધ કરી દીધું છે? જો તમે સભાઓમાં કેટલાક વખતથી ગયા ન હો, તો આવા સવાલો પર વિચાર જરૂર કરો: શું હું પહેલાં કરતાં વધારે ખુશ છું? શું મારું જીવન હવે સારું રહ્યું છે? શું મને યહોવાએ ઠેસ પહોંચાડી છે, કે પછી કોઈ માણસે? શું મને નુકસાન થાય એવું યહોવાએ ક્યારેય કર્યું છે? હકીકતમાં તો યહોવાએ હંમેશાં આપણું ભલુ ચાહ્યું છે. આપણે તેમને કરેલાં સમર્પણ પ્રમાણે કરવાનું ચૂકી જઈએ, તોય તે આપણને આનંદ આપતી સઘળી સારી બાબતો આપે છે. (યાકૂ. ૧:૧૬, ૧૭) જલદી જ યહોવાનો દિવસ આવશે. તેથી, હમણાં જ સમય છે કે પ્રેમાળ યહોવા અને મંડળ તરફ પાછા ફરીએ. છેલ્લા સમયમાં એ જ સૌથી સુરક્ષિત જગ્યા છે.—પુન. ૩૩:૨૭; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.

ભક્તિમાં સાવ ઠંડા પડી ગયેલાઓને યહોવા તરફ પાછા લાવવા ઈશ્વરભક્તો બનતા પ્રયત્નો કરે છે (ફકરા ૧૬ અને ૧૭ જુઓ)

૧૮. શા માટે આગેવાની લેતા ભાઈઓને આપણે પૂરો ટેકો આપવો જોઈએ?

૧૮ આગેવાની લેતા ભાઈઓને પૂરો ટેકો આપીએ. પ્રેમાળ ઘેટાંપાળક તરીકે યહોવા આપણને દોરે છે અને રક્ષણ આપે છે. તેમણે પોતાના દીકરા ઈસુને ટોળા પર મુખ્ય ઘેટાંપાળક તરીકે નીમ્યા છે. (૧ પીત. ૫:૪) એક લાખથી વધારે મંડળોમાં ઈશ્વરના દરેક ઘેટાંની વડીલો પાળકની જેમ સંભાળ રાખે છે. (પ્રે.કૃ. ૨૦:૨૮) આગેવાની લેતા એ ભાઈઓને આપણે પૂરો ટેકો આપીએ. એમ કરીને, યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું એની કદર બતાવીએ છીએ.

૧૯. આપણે કઈ રીતે એકબીજાને સાથ આપી શકીએ છીએ?

૧૯ એકબીજાને સાથ આપીએ. કઈ રીતે? એક તાલીમ લીધેલા સૈન્યનો વિચાર કરીએ. દુશ્મનો તેઓ પર હુમલો કરે ત્યારે, સૈનિકો એક હરોળમાં એકબીજાની લગોલગ ઊભા રહે છે, જેથી દુશ્મનને ઘૂસવાની જગ્યા ન મળે. આમ તેઓ એકબીજાને સાથ આપે છે. આજે, ઈશ્વરના લોકો પર શેતાન હુમલા વધારી રહ્યો છે. તેથી, ભાઈ-બહેનો સાથે લડવું કે તેઓની ભૂલો જોવી બિલકુલ યોગ્ય નથી. એના બદલે સૈનિકોની જેમ એકબીજાને પૂરો સાથ આપીને યહોવામાં પૂરો ભરોસો બતાવીએ.

આ સમય, શેતાન અને એના દુષ્ટ દૂતોનો સામનો કરવામાં એકબીજાને સાથ આપવાનો છે (ફકરો ૧૯ જુઓ)

૨૦. હાલમાં આપણે શું કરવાની જરૂર છે?

૨૦ ચાલો આપણે ભક્તિમાં સજાગ રહીએ અને ધીરજ રાખીએ. “શાંતિ અને સલામતી”ની ઘોષણાની અને અભિષિક્તોની આખરી મુદ્રા થવાની ધીરજથી રાહ જોઈએ. ચાર દૂતો જલદી જ વિનાશક વાયુને છૂટા મૂકવાના છે અને મહાન બાબેલોનનો નાશ થવાનો છે. જલદી જ, એ રોમાંચક બનાવો થતા આપણે જોઈશું. દરમિયાન, ચાલો આપણે યહોવાના સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓના માર્ગદર્શનને સ્વીકારીએ. આ સમય, શેતાન અને એના દુષ્ટ દૂતોનો સામનો કરવામાં એકબીજાને સાથ આપવાનો છે. ઈશ્વરભક્તે આપેલી સલાહ મુજબ કરવાનો આ જ સમય છે. તેમણે કહ્યું: ‘હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ અને તમારાં હૃદયમાં હિમ્મત રાખો.’—ગીત. ૩૧:૨૪.

a અભિષિક્તો પર પહેલી અને આખરી મુદ્રામાં ફરક જાણવા માટે ચોકીબુરજ જાન્યુઆરી ૧, ૨૦૦૭, પાન ૩૦-૩૧ (અંગ્રેજી) જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો