વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૪/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ૪ ઈશ્વર અન્યાયી છે શું એ સાચું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવાહના ઇન્સાફમાં અંધેર નથી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૪/૧ પાન ૧૬
ભયંકર ગરીબીમાં જીવતાં સ્ત્રી-બાળકો

બાઇબલ સવાલોના જવાબ

ઈશ્વર વિશે આપણે શું શીખી શકીએ?

ઈશ્વર અદૃશ્ય છે, તે આપણી જેમ હાડ-માંસના બનેલા નથી. તેમણે આકાશ, પૃથ્વી અને સઘળી ચીજ વસ્તુઓ બનાવી છે. ઈશ્વરને કોઈએ બનાવ્યા નથી, તેમની કોઈ શરૂઆત નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) ઈશ્વર ચાહે છે કે લોકો તેમને શોધે અને તેમના વિશે સત્ય જાણે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૭ વાંચો.

આપણે ઈશ્વરનું નામ જાણી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓનો વિચાર કરીને પણ તેમના ગુણો પારખી શકીએ છીએ. (રોમનો ૧:૨૦) પણ, ઈશ્વરને ઓળખવા આપણે તેમના વચન, બાઇબલનો અભ્યાસ કરવાની જરૂર છે. એનાથી આપણે ઈશ્વરના સ્વભાવ વિશે જાણી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૦૩:૭-૧૦ વાંચો.

અન્યાય વિશે ઈશ્વરને કેવું લાગે છે?

આપણા સર્જનહાર યહોવા અન્યાયને ધિક્કારે છે. (પુનર્નિયમ ૨૫:૧૬) તેમણે માણસોને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. એટલે જ, મોટા ભાગના લોકો પણ અન્યાયને નફરત કરે છે. આપણી આજુબાજુ જોવા મળતા અન્યાય માટે ઈશ્વર જવાબદાર નથી. ઈશ્વરે માણસોને પસંદગી કરવાનો હક્ક આપ્યો છે. પરંતુ, દુઃખની વાત છે કે ઘણા લોકો એ હક્કનો દુરુપયોગ કરે છે અને અન્યાય આચરે છે. એનાથી યહોવાને ખૂબ દુઃખ થાય છે.—ઉત્પત્તિ ૬:૫, ૬; પુનર્નિયમ ૩૨:૪, ૫ વાંચો.

યહોવા ન્યાયને ચાહે છે અને તે કાયમ માટે અન્યાય નહિ ચાલવા દે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯) બાઇબલ વચન આપે છે કે, ઈશ્વર જલદી જ અન્યાયનો અંત લાવશે.—૨ પીતર ૩:૭-૯, ૧૩ વાંચો. (w14-E 01/01)

બાઇબલ વચન આપે છે કે, ઈશ્વર જલદી જ બધાને ન્યાય આપશે

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા આ પુસ્તકનું પહેલું પ્રકરણ જુઓ

તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો