વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧ પાન ૧૬
  • બાઇબલ સવાલોના જવાબો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ સવાલોના જવાબો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • ઈશ્વર કેમ દુષ્ટતા અને દુઃખોને ચાલવા દે છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • દુનિયા પર કોણ રાજ કરે છે?
    દુનિયા પર કોણ રાજ કરે છે?
  • ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧ પાન ૧૬

બાઇબલ સવાલોના જવાબો

આ દુનિયા પર ખરેખર કોણ રાજ કરે છે?

યુદ્ધ, ગુના, હિંસા અને આફતોનાં ચિત્રો

જો ઈશ્વર આ દુનિયા પર રાજ કરતા હોત, તો આટલું બધું દુઃખ હોત?

ઘણા લોકો માને છે કે આ દુનિયા પર ઈશ્વર રાજ કરે છે. પણ, જો એ સાચું હોય, તો આજે આટલી બધી દુઃખ-તકલીફ કેમ છે? (પુનર્નિયમ ૩૨:૪, ૫) બાઇબલ જણાવે છે કે આ દુનિયા કોઈ દુષ્ટના હાથમાં છે.—૧ યોહાન ૫:૧૯ વાંચો.

પણ, એ દુષ્ટને માણસજાત પર સત્તા કઈ રીતે મળી? મનુષ્યની શરૂઆતમાં એક દૂત ઈશ્વરની સામે થયો અને તેણે પ્રથમ યુગલને પણ એમ કરવા ઉશ્કેર્યા. (ઉત્પત્તિ ૩:૧-૬) એ યુગલે દુષ્ટ દૂત, શેતાનનું કહેવું માનીને તેને પોતાનો શાસક બનાવ્યો. દુનિયા પર રાજ કરવાનો હક્ક સર્વશક્તિમાન ઈશ્વરનો છે. તે ચાહે છે કે લોકો તેમના રાજ કરવાના હક્કને પ્રેમથી સ્વીકારે. (પુનર્નિયમ ૬:૬; ૩૦:૧૬, ૧૯) દુઃખની વાત છે કે પ્રથમ યુગલની જેમ ખરાબ નિર્ણય કરવા મોટા ભાગના લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.—પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

માણસજાતની મુશ્કેલીઓ કોણ દૂર કરશે?

શું શેતાનને ઈશ્વર કાયમ રાજ કરવા દેશે? ના. શેતાને કરેલી દુષ્ટતાને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર દૂર કરશે.—૧ યોહાન ૩:૮ વાંચો.

ઈસુ, યહોવા ઈશ્વરની શક્તિથી શેતાનનો નાશ કરશે. (રોમનો ૧૬:૨૦) પછી, ઈશ્વર માણસો પર રાજ કરશે અને તેઓને સુખ-શાંતિવાળું જીવન આપીને પોતાનો મકસદ પૂરો કરશે.—પ્રકટીકરણ ૨૧:૩-૫ વાંચો. (w14-E 05/01)

વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ત્રણ જુઓ.

તમે આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો