વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૧ પાન ૫
  • ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર દોસ્તીનો હાથ લંબાવે છે.
  • ઈશ્વર તમને મદદ કરવા ચાહે છે.
  • મનુષ્યોને ભક્તિની ભૂખ છે.
  • શું ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શું યહોવા આપણું સાંભળે છે?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • મારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?
    યુવાનો પૂછે છે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૧ પાન ૫

મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?

ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?

ઈશ્વર દોસ્તીનો હાથ લંબાવે છે.

સારા સંબંધો જાળવી રાખવા દોસ્તો એકબીજા સાથે વાતચીત કરતા રહે છે. એવી જ રીતે, ઈશ્વર પણ આપણને તેમની સાથે વાત કરવા આમંત્રણ આપે છે, જેથી તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી શકીએ. ઈશ્વર જણાવે છે, ‘તમે મને હાંક મારશો, અને તમે મને પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.’ (યિર્મેયા ૨૯:૧૨) ઈશ્વર સાથે વાત કરતા રહેશો તેમ, ‘તમે તેમની પાસે જશો અને તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) પવિત્ર શાસ્ત્ર ખાતરી આપે છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮) આપણે જેટલી વધારે પ્રાર્થના કરીએ, એટલી ઈશ્વર સાથેની મિત્રતા ગાઢ બને છે.

‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮

ઈશ્વર તમને મદદ કરવા ચાહે છે.

ઈસુએ કહ્યું: ‘તમારામાં એવો કયો માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તેને સાપ આપશે? એ માટે જો તમે તમારાં બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતા પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?’ (માથ્થી ૭:૯-૧૧) હા, ઈશ્વર ચાહે છે કે તમે તેમને પ્રાર્થના કરો. કેમ કે, “તે તમારી સંભાળ રાખે છે” અને મદદ કરવા ચાહે છે. (૧ પીતર ૫:૭) ઈશ્વર એ પણ ચાહે છે કે આપણે પોતાની તકલીફો તેમને જણાવીએ. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિપી ૪:૬.

મનુષ્યોને ભક્તિની ભૂખ છે.

મનુષ્યોના સ્વભાવ પર અભ્યાસ કરતા નિષ્ણાતોને જોવા મળ્યું છે કે, કરોડો લોકોને પ્રાર્થના કરવાની જરૂર લાગે છે. અરે, જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ પણ પ્રાર્થના કરે છે.a એ બતાવે છે કે મનુષ્યોને ભક્તિની ભૂખ સાથે બનાવવામાં આવ્યા હતા. ઈસુએ જણાવ્યું હતું: “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.” (માથ્થી ૫:૩, ઈઝી-ટુ-રીડ-વર્ઝન) ભક્તિની ભૂખ સંતોષવાની એક રીત છે કે, આપણે ઈશ્વર સાથે નિયમિત વાત કરીએ.

ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થઈ શકે? (w15-E 10/01)

a સાલ ૨૦૧૨માં કરેલા એક સર્વે મુજબ અમેરિકામાં રહેતા નાસ્તિકોમાંના ૧૧ ટકા લોકો મહિનામાં ઓછામાં ઓછી એક વાર પ્રાર્થના કરે છે.—પ્યુ રિસર્ચ સેન્ટર.

પ્રાર્થના કરવામાં શું સમાયેલું છે?

પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે આપણે જીવનના દરેક પાસા વિશે પ્રાર્થના કરી શકીએ. આ બધા વિષયો માટે પ્રાર્થના થઈ શકે:

  • પાપની કબૂલાત ‘મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી.’—ગીતશાસ્ત્ર ૩૨:૫.

  • આભાર ‘યહોવાનો આભાર માનવો સારો છે.’—ગીતશાસ્ત્ર ૯૨:૧.

  • સ્તુતિ ‘હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.’—ગીતશાસ્ત્ર ૩૪:૧.

  • માર્ગદર્શન માટે અરજ ‘તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૫.

  • શક્તિ માટે અરજ ‘મારા તરફ ફરો, ને મારા પર દયા કરો; તમારા દાસને સામર્થ્ય આપો.’—ગીતશાસ્ત્ર ૮૬:૧૬.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો