વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જૂન પાન ૩
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જૂન પાન ૩

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

સરકીટ નિરીક્ષક અને મંડળના વડીલો જેવા નિયુક્ત ભાઈઓને સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે, તેઓએ કેવું વલણ બતાવવું જોઈએ?

તેઓએ તરત જ એ લાગુ પાડવું જોઈએ. તેઓ પોતાને પૂછી શકે: “શું હું ભાઈ-બહેનોને યહોવાને વફાદાર રહેવા ઉત્તેજન આપું છું? ઈશ્વરના સંગઠનથી મળતા માર્ગદર્શનને શું હું તરત જ લાગુ પાડું છું?”—w૧૬.૧૧, પાન ૧૧.

સાચા ખ્રિસ્તીઓ બાબેલોનની ગુલામીમાં ક્યારે ગયા?

પ્રેરિતોના મરણના થોડા જ સમય પછી એમ થયું. એ સમયે પાદરી વર્ગ ઊભો થયો. ચર્ચ અને સરકારે ખ્રિસ્તી ધર્મમાં ભેળસેળ શરૂ કરી અને અભિષિક્તોનો અવાજ દબાવી દેવાની કોશિશ કરી. પણ, ૧૯૧૪ના કેટલાક વર્ષો અગાઉથી જ અભિષિક્તોએ મહાન બાબેલોનની ગુલામીમાંથી બહાર આવવાનું શરૂ કરી દીધું હતું.—w૧૬.૧૧, પાન ૨૩-૨૫.

પ્રાચીન સમયમાં અગ્‍નિને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી?

પ્રાચીન સમયમાં આગ કઈ રીતે પેટાવવામાં આવતી એ વિશે શાસ્ત્રવચનોમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અનેક નિષ્ણાતોનું માનવું છે કે, કદાચ ઈબ્રાહીમ પાસે સાંકળથી બાંધેલું હાંલ્લું કે કૂજો હશે. પાછલી રાતે સળગાવેલી આગમાંથી જે અંગારા કે કોલસા બચ્યા હશે એ કદાચ કૂજામાં સાથે લીધા હશે. આ રીતે, અંગારાને સાથે લઈ જવાથી, જરૂર પડે ત્યારે સૂકાં લાકડાં ભેગા કરીને આગ સળગાવવી શક્ય હતું. —w૧૭.૦૧, પાન ૩૨.

“શરીરની ઇચ્છાઓ પ્રમાણે” અને “પવિત્ર શક્તિ પ્રમાણે” જીવવા વચ્ચે શો ફરક છે? (રોમ. ૮:૬)

જેઓ શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓનું પૂરું ધ્યાન પોતાની પાપી ઇચ્છાઓ સંતોષવામાં હોય છે. તેઓ હંમેશાં એ વિશે વાત કર્યા કરે છે અને એને મહિમા આપે છે. પણ જે વ્યક્તિ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે તેનું ધ્યાન હંમેશાં ઈશ્વર અને તેમની ઇચ્છા પર હોય છે. તે પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ થાય મરણ, પણ પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ.—w૧૬.૧૨, પાન ૧૫-૧૭.

ચિંતા ઓછી કરવાની અમુક રીતો કઈ છે?

વધારે મહત્ત્વનું શું છે એ પારખી લો, યોગ્ય અપેક્ષા રાખો, હળવાશની પળો માણવા નિયમિત રીતે સમય કાઢો, યહોવાએ રચેલી સૃષ્ટિનો આનંદ માણો, થોડો રમૂજી સ્વભાવ કેળવો, નિયમિત કસરત કરો અને પૂરતી ઊંઘ લો.—w૧૬.૧૨, પાન ૨૨-૨૩.

મર્યાદામાં રહેવું શા માટે મહત્ત્વનું છે?

મર્યાદામાં રહેનાર વ્યક્તિ પોતાની હદ જાણે છે અને પોતાની ભૂલોને નમ્રતાથી સ્વીકારે છે. જો ધ્યાન નહિ રાખીએ, તો આપણા વર્તનની બીજાઓ પર ખરાબ અસર થશે અને આપણે પોતાને વધુ પડતા મહત્ત્વના ગણવા લાગીશું.—w૧૭.૦૧, પાન ૧૮.

શા માટે કહી શકાય કે યહોવા આજની જેમ પ્રથમ સદીના નિયામક જૂથને પણ દોરી રહ્યા હતા?

પવિત્ર શક્તિની મદદથી તેઓ સત્ય સમજી શક્યા. દૂતોની મદદથી તેઓએ પ્રચારકામ પર દેખરેખ રાખી; માર્ગદર્શન આપતી વખતે બાઇબલ પર આધાર રાખ્યો. એ બાબતો આજે પણ એટલી જ સાચી છે.—w૧૭.૦૨, પાન ૨૬-૨૮.

શું નિર્ણય બદલવો ખોટું છે?

જે નિર્ણય લીધો હોય એને વળગી રહેવું જોઈએ. તેમ છતાં, અમુક સમયે પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવાની જરૂર પડી શકે. નિનવેહના લોકોએ પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ પોતાનો નિર્ણય બદલ્યો હતો. અમુક વખતે સંજોગો બદલાય ત્યારે અથવા નવી માહિતી મળે ત્યારે આપણને પણ એમ કરવાની જરૂર પડી શકે.—w૧૭.૦૩, પાન ૧૬-૧૭.

“મેરોઝ” શું હતું?

આપણે પૂરી ખાતરીથી કંઈ કહી શકતા નથી. કદાચ એ એવું શહેર હતું જેના લોકો બારાકને સાથ આપવા રાજીખુશીથી આગળ ન આવ્યા. અથવા બની શકે કે, સીસરા પોતાનો જીવ બચાવવા મેરોઝ શહેરમાંથી પસાર થયો હતો. એવું લાગે છે કે, મેરોઝને આપવામાં આવેલો શાપ એટલો કામ કરી ગયો કે તેનું નામનિશાન રહ્યું નથી.—w૧૭.૦૪, પાન ૩૦.

એકબીજાની ચાડી કરવી શા માટે જોખમકારક છે?

એ બળતામાં ઘી હોમવાનું કામ કરશે અને એનાથી પરિસ્થિતિ વણસી જશે. આપણે સાચા હોઈએ કે ખોટા, કડવાં વેણ બોલવાથી કદી સંજોગો સુધરશે નહિ.—w૧૭.૦૪, પાન ૨૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો