વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 ડિસેમ્બર પાન ૧૩
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • યહોવામાં આશરો લઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવાની નજરમાં મનુષ્યનું જીવન કીમતી છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 ડિસેમ્બર પાન ૧૩

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

બીજા દેશમાં વસેલા માતા-પિતાએ બાળકોને ભક્તિમાં મદદ કરવા, શા માટે ભાષા વિશે ખાસ વિચારવું જોઈએ?

તમારાં બાળકો શાળામાં કે બીજાઓ પાસેથી સ્થાનિક ભાષા શીખી જ લેશે. બાળકો એક કરતા વધારે ભાષા શીખે તો એ કામ આવે છે. માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે કઈ ભાષાના મંડળમાં જવાથી સત્ય બાળકોના દિલમાં ઊતરી જશે અને તેઓ પ્રગતિ કરી શકશે. એ માટે સ્થાનિક ભાષાના મંડળમાં જવું કે માતૃભાષાના મંડળમાં જવું એ માતા-પિતા પોતે નક્કી કરશે. ઈશ્વરભક્ત માતા-પિતા પોતાની ઇચ્છાઓને નહિ, પણ બાળકોની જરૂરિયાતોને વધારે મહત્ત્વની ગણે છે.—w૧૭.૦૫, પાન ૯-૧૧.

ઈસુએ પીતરને પૂછ્યું હતું: “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” “આના” શબ્દ શાને રજૂ કરે છે? (યોહા. ૨૧:૧૫)

એવું લાગે છે કે ઈસુ માછીમારના કામ વિશે કહી રહ્યા હતા. ઈસુના મરણ પછી, પીતર પાછા પોતાના માછીમારના કામે લાગી ગયા હતા. એક ઈશ્વરભક્તે નોકરીધંધા પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ.—w૧૭.૦૫, પાન ૨૨-૨૩.

વિદ્યાર્થીઓને હિબ્રૂ શીખવા મદદ મળે માટે ઇલિઆસ હટરે કઈ તરકીબ શોધી કાઢી હતી?

તે ચાહતા હતા કે વિદ્યાર્થીઓ મૂળ શબ્દો અને જોડણી વચ્ચેનો ફરક સમજી શકે. તેથી, તેમણે મૂળ હિબ્રૂ શબ્દોને ઘાટા અક્ષરોમાં છાપ્યાં પણ બાકીની જોડણીને આછા અક્ષરોમાં છાપી. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ—વીથ રેફરન્સીસ બાઇબલની ફુટનોટમાં પણ આ સરળ રીતનો ઉપયોગ થયો છે.—wp૧૭.૨, પાન ૧૧-૧૨.

બીજા માણસોથી પોતાનું રક્ષણ કરવા યહોવાના સેવકે બંદૂકો રાખવી કે નહિ એ વિશે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકે?

અમુક છે: યહોવા માટે જીવન કીમતી છે. ઈસુએ શિષ્યોને પોતાના રક્ષણ માટે તલવાર રાખવાનું જણાવ્યું ન હતું. (લુક ૨૨:૩૬, ૩૮) આપણે પોતાની તલવારોને ટીપીને હળની કોશો બનાવવી જોઈએ. ચીજવસ્તુઓ કરતાં જીવન ઘણું મૂલ્યવાન છે. આપણે બીજાના અંતઃકરણનો આદર કરીએ છીએ અને સારો દાખલો બેસાડવા ચાહીએ છીએ. (૨ કોરીં. ૪:૨)—w૧૭.૦૭, પાન ૩૧-૩૨.

ઈસુના શરૂઆતના જીવન વિશેનો અહેવાલ માથ્થી અને લુક બંને પુસ્તકોમાં છે. પરંતુ, એ શા માટે એકબીજાથી અલગ છે?

માથ્થીનું પુસ્તક યુસફ તરફ ધ્યાન દોરે છે. જેમ કે, મરિયમ ગર્ભવતી હતી, એ જાણીને તેમને કેવું લાગ્યું. તેમ જ, દૂતે તેમને કુટુંબ સાથે ઇજિપ્ત નાસી જવાની ચેતવણી આપી અને ઇઝરાયેલ પાછા ફરવા કહ્યું ત્યારે તેમણે શું કર્યું. લુકનું પુસ્તક મરિયમ તરફ ધ્યાન દોરે છે. દાખલા તરીકે, મરિયમ તેમનાં સગા એલિસાબેતની મુલાકાતે જાય છે. ઉપરાંત, ઈસુ નાના હતા ત્યારે મંદિરમાં રહી જાય છે, એ સમયે મરિયમને કેવું લાગે છે.—w૧૭.૦૮, પાન ૩૨.

બાઇબલે કઈ બાબતો સામે ટકી રહેવું પડ્યું હતું?

બાઇબલમાં જે શબ્દો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ થયો હતો, સમય જતાં, એનો અર્થ બદલાઈ ગયો. રાજકીય ફેરફારોની ઊંડી અસર ભાષા પર થઈ હતી. લોકો સમજી શકે એ ભાષામાં બાઇબલનું ભાષાંતર કરવાનો ઘણો વિરોધ થયો હતો.—w૧૭.૦૯, પાન ૧૯-૨૧.

સૌથી ઉત્તમ પ્રેમ કોને કહેવાય?

ખરા સિદ્ધાંતોને આધારે હોય તો એ ખરો પ્રેમ કહેવાય. એમાં સ્નેહ અને ઊંડી લાગણી બતાવવાનો સમાવેશ થાય છે. પરંતુ, એમાં ઉચ્ચ સિદ્ધાંતો હોય છે જેવા કે, કોઈ સ્વાર્થ વગર બીજાઓના હિત માટે કામ કરવું.—w૧૭.૧૦, પાન ૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો