પ્રસ્તાવના
શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?
જ્યારે આફતો આવે કે લોકો દુઃખી થાય અને મરણ પામે, ત્યારે આપણને સવાલ થાય કે શું ઈશ્વર આ બધું જુએ છે? એ જોઈને તેમને કેવું લાગે છે? શાસ્ત્ર જણાવે છે:
“કેમ કે યહોવાની આંખ નેક લોકો પર છે અને તેમના કાન તેઓની વિનંતીઓ સાંભળે છે. પરંતુ, યહોવાનું મોં ખરાબ કામ કરનારાઓની વિરુદ્ધ છે.”—૧ પીતર ૩:૧૨.
ચોકીબુરજનો આ લેખ બતાવશે કે ઈશ્વર કઈ રીતે આપણને મદદ કરે છે અને બધી દુઃખ-તકલીફો દૂર કરવા તે શું કરવાના છે.