વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 ઑક્ટોબર પાન ૩૨
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • સ્તેફન—“ઈશ્વરની કૃપા અને શક્તિથી ભરપૂર”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ૩ | મનમાંથી પણ નફરત કાઢી નાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૨
  • સત્યના લીધે આવતી સતાવણી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 ઑક્ટોબર પાન ૩૨

શું તમે જાણો છો?

સતાવણી વખતે સ્તેફન કઈ રીતે શાંત રહી શક્યા?

સ્તેફન યહુદી ન્યાયસભા સામે શાંત રહ્યા હતા

સ્તેફન પર હિંસક ટોળાએ હુમલો કર્યો હતો. યહુદી ન્યાયસભા, ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલત હતી. એના ૭૧ ન્યાયાધીશો દેશના સૌથી શક્તિશાળી માણસો ગણાતા હતા. તેઓને પ્રમુખ યાજક કાયાફાસે ભેગા કર્યા હતા. થોડા મહિના અગાઉ ઈસુને મોતની સજા ફટકારવામાં આવી ત્યારે, કાયાફાસ ન્યાયસભાની દેખરેખ રાખતો હતો. (માથ. ૨૬:૫૭, ૫૯; પ્રે.કા. ૬:૮-૧૨) એક પછી એક જૂઠા સાક્ષીઓ આવતા હતા. ન્યાયસભાના સભ્યોએ સ્તેફન તરફ નજર કરી ત્યારે, તેઓને નવાઈ લાગી. કેમ કે, તેમનો ચહેરો “દૂતના ચહેરા” જેવો લાગતો હતો.—પ્રે.કા. ૬:૧૩-૧૫.

આવા કપરા સંજોગોમાં સ્તેફન કઈ રીતે શાંત રહી શક્યા? સેવાકાર્ય કરતા હતા ત્યારે પવિત્ર શક્તિએ તેમને મદદ કરી હતી. (પ્રે.કા. ૬:૩-૭) મુકદ્દમો ચાલી રહ્યો હતો, એ સમયે પણ એ જ શક્તિ તેમને દિલાસો આપી રહી હતી. ઉપરાંત, શાસ્ત્રવચનો યાદ કરવા મદદ આપી રહી હતી. (યોહા. ૧૪:૧૬, ફૂટનોટ) સ્તેફન હિંમતથી પોતાના બચાવ માટે બોલ્યા હતા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકના ૭મા અધ્યાયમાં એ વિશે નોંધવામાં આવ્યું છે. એમાં જણાવ્યું છે કે, પવિત્ર શક્તિએ તેમને હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ૨૦ કરતાં વધારે અહેવાલો યાદ અપાવ્યા હતા. (યોહા. ૧૪:૨૬) સ્તેફને દર્શનમાં ઈશ્વરના જમણા હાથે ઈસુને જોયા ત્યારે, તેમની શ્રદ્ધા વધુ મજબૂત થઈ હતી.—પ્રે.કા. ૭:૫૪-૫૬, ૫૯, ૬૦.

આપણે પણ કોઈ વાર ધમકી કે સતાવણીનો સામનો કરવો પડી શકે છે. (યોહા. ૧૫:૨૦) બાઇબલનો નિયમિત અભ્યાસ કરીશું અને સેવાકાર્યમાં નિયમિત ભાગ લઈશું તો, ઈશ્વરની શક્તિ આપણા પર કામ કરશે. એવા વિરોધ સામે ટકી રહેવા આપણને હિંમત અને મનની શાંતિ મળશે.—૧ પીત. ૪:૧૨-૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો