વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૧ પાન ૧
  • પ્રચાર કરવાના લહાવાને કિંમતી ગણીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રચાર કરવાના લહાવાને કિંમતી ગણીએ
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પ્રચાર કરવાના ૧૨ કારણો
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૯/૧૧ પાન ૧

પ્રચાર કરવાના લહાવાને કિંમતી ગણીએ

૧. દુનિયાના ઘણા લોકો આપણા કાર્યને કેવું ગણે છે?

૧ આપણા પ્રચારકાર્યને શેતાનની દુનિયામાં ઘણા લોકો “મૂર્ખતા” ગણે છે. (૧ કોરીં. ૧:૧૮-૨૧) જો ધ્યાન ન રાખીએ તો આવા વિચારો આપણને કદાચ નિરાશ કરી દેશે. પ્રચાર કરવાના ઉત્સાહને પણ ઠંડો પાડી દેશે. (નીતિ. ૨૪:૧૦; યશા. ૫:૨૦) યહોવાહના સાક્ષી તરીકે આપણને મળેલા પ્રચાર કરવાના લહાવાને, કેમ કિંમતી ગણવું જોઈએ?—યશા. ૪૩:૧૦.

૨. શા માટે પ્રચારને “પવિત્ર કાર્ય” કહેવામાં આવ્યું છે?

૨ “પવિત્ર કાર્ય”: પ્રેરિત પાઊલે પ્રચારને “પવિત્ર કાર્ય” કહ્યું હતું. (રૂમી ૧૫:૧૬, NW) શા માટે? પ્રચારકાર્ય કરવાથી આપણે “પવિત્ર” ઈશ્વર યહોવાહ “સાથે કામ કરનારા” બનીએ છીએ. એ કાર્ય કરીને આપણે તેમનું નામ પવિત્ર મનાવીએ છીએ. (૧ કોરીં. ૩:૯; ૧ પીત. ૧:૧૫) યહોવાહ આપણા પ્રચારકાર્યને “સ્તુતિરૂપ” અર્પણ ગણે છે. એટલા માટે પ્રચારકાર્ય આપણી ભક્તિમાં સૌથી મહત્ત્વનું છે.—હેબ્રી ૧૩:૧૫.

૩. પ્રચારકાર્ય કરવું આપણા માટે કેમ એક અજોડ લહાવો છે?

૩ ખુશખબર ફેલાવવાનો લહાવો બહુ થોડા લોકોને મળ્યો છે. જો સ્વર્ગદૂતોને એ કામ સોંપવામાં આવ્યું હોત, તો બેશક બહુ સારી રીતે અને ખુશીથી કર્યું હોત. (૧ પીત. ૧:૧૨) આપણે “માટીનાં પાત્રો” છીએ તોપણ, યહોવાહે પ્રચાર કરવાનો અજોડ લહાવો આપ્યો છે.—૨ કોરીં. ૪:૭.

૪. પ્રચારકાર્યને અમૂલ્ય લહાવો ગણીએ છીએ, એ કેવી રીતે બતાવી શકીએ?

૪ સૌથી અગત્યનું કામ: આપણે પ્રચારના કાર્યને બહુ કિંમતી ગણીએ છીએ. તેથી, પ્રચારકાર્ય આપણા જીવનમાં “શ્રેષ્ઠ” છે, એટલે કે સૌથી અગત્યનું છે. (ફિલિ. ૧:૧૦) એટલે આપણે દર અઠવાડિયે એના માટે સમય ફાળવવો જોઈએ. ધારો કે એક સંગીતકારને દુનિયાના મશહૂર ઑરકેસ્ટ્રામાં સંગીત વગાડવાનો લહાવો મળ્યો છે. એ માટે તે શું કરશે? જો તે લહાવાને કિંમતી ગણતો હશે, તો દરેક શૉ માટે તૈયારી કરશે. તેમ જ, પોતાની કલા વિકસાવતો રહેશે. એવી જ રીતે, પ્રચારમાં જતા પહેલાં આપણે પણ તૈયારી કરવી જોઈએ, જેથી લોકોને ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવી’ શકીએ. તેમ જ, લોકોને “ઉપદેશ” કરવાની એટલે કે શીખવવાની કલા વિકસાવી શકીએ.—૨ તીમો. ૨:૧૫; ૪:૨.

૫. આપણા પ્રચારકાર્યની કોણ કદર કરે છે?

૫ લોકોના ફિક્કા વલણથી નિરાશ થશો નહિ. પણ યાદ રાખો કે પ્રચાર વિસ્તારમાં આપણા કાર્યની કદર કરનારા ઘણા છે. જોકે, આપણે લોકો પાસેથી પ્રશંસા નથી ચાહતા. આપણા માટે તો એ જાણવું સૌથી મહત્ત્વનું છે કે, યહોવાહ કેવું અનુભવે છે. યહોવાહ આપણા ખંતીલા પ્રયાસોની બહુ કદર કરે છે.—યશા. ૫૨:૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો