પ્રચાર કરવાના ૧૨ કારણો
આપણે કેમ ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ અને બાઇબલમાંથી લોકોને શીખવીએ છીએ? શું નેકદિલ લોકોને જીવનની રાહ પર ચાલવા મદદ કરવી એ મૂળ કારણ છે? (માથ્થી ૭:૧૪) આ કારણ અહીં પહેલું જણાવ્યું છે, પરંતુ એ જ આપણું મૂળ કારણ નથી. અહીં આપેલા પ્રચાર કરવાના ૧૨ કારણોમાંથી, તમને કયું કારણ સૌથી વધારે મહત્ત્વનું લાગે છે?
૧. પ્રચારથી લોકોનું જીવન બચી શકે છે.—યોહા. ૧૭:૩.
૨. એનાથી દુષ્ટોને ચેતવી શકાય છે.—હઝકી. ૩:૧૮, ૧૯.
૩. બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી કરવા મદદ કરે છે.—માથ. ૨૪:૧૪.
૪. એનાથી સાબિત થાય છે કે ઈશ્વર ન્યાયી છે, જેથી કોઈ એવું કહી નહિ શકે કે દુષ્ટોને પસ્તાવાની તક આપ્યા વગર ઈશ્વરે તેઓનો નાશ કર્યો.—પ્રે.કૃ. ૧૭:૩૦, ૩૧; ૧ તીમો. ૨:૩, ૪.
૫. ઈસુના લોહીથી ખરીદવામાં આવેલા લોકોને, ઈશ્વરનો સંદેશો જણાવીને આપણી જવાબદારી પૂરી કરીએ છીએ.—રોમ. ૧:૧૪, ૧૫.
૬. રક્તદોષથી આપણને બચાવે છે.—પ્રે.કૃ. ૨૦:૨૬, ૨૭.
૭. પોતાના તારણ માટે એ જરૂરી છે.—હઝકી. ૩:૧૯; રોમ. ૧૦:૯, ૧૦.
૮. બધા લોકો પર પ્રેમ બતાવા મદદ કરે છે.—માથ. ૨૨:૩૯.
૯. આપણે યહોવા અને ઈસુને આધીન છીએ એ બતાવે છે.—માથ. ૨૮:૧૯, ૨૦.
૧૦. આપણી ભક્તિનો એક ભાગ છે.—હિબ્રૂ ૧૩:૧૫.
૧૧. ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ છીએ.—૧ યોહા. ૫:૩.
૧૨. યહોવાનું નામ પવિત્ર મનાવવા માટે મદદ કરે છે.—યશા. ૪૩:૧૦-૧૨; માથ. ૬:૯.
ખરું કે, પ્રચારમાં ભાગ લેવાના ફક્ત આ જ કારણો નથી. પ્રચાર કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. તેમ જ, ઈશ્વરની સાથે કામ કરનારા બનવાનો લહાવો મળે છે. (૧ કોરીં. ૩:૯) જોકે, ૧૨મું કારણ એ પ્રચાર કરવાનું સૌથી અગત્યનું કારણ છે. લોકો ભલે આપણું સાંભળે કે ન સાંભળે, પ્રચાર કરવાથી આપણે યહોવાનું નામ પવિત્ર મનાવી શકીએ છીએ. તેમ જ, યહોવાને તક મળે છે કે તેમને મહેણાં મારનારને ઉત્તર આપી શકે. (નીતિ. ૨૭:૧૧) સાચે જ, લોકોને ‘શીખવવાનું અને ઉપદેશ આપવાનું ચાલુ રાખવા’ માટે, આપણી પાસે બહુ સારું કારણ છે.—પ્રે.કૃ. ૫:૪૨.