પોતાને રોકશો નહિ—સમય નથી એમ ન વિચારો
૧. અમુક ભાઈ-બહેનો બાઇબલ અભ્યાસ માટે પૂછવાનું કેમ ટાળે છે?
૧ અમુક ભાઈ-બહેનો બાઇબલ અભ્યાસ માટે પૂછવાનું ટાળે છે, કેમ કે તેઓ બહુ વ્યસ્ત છે. ખરું કે, બાઇબલ વિદ્યાર્થી પાછળ સમય આપવો પડે. જેમ કે, અભ્યાસની તૈયારી કરવા, એ ચલાવવા અને વિદ્યાર્થીને ભક્તિમાં આગળ વધવા કોઈ અડચણો હોય તો, એનો હલ લાવવા પણ સમય જોઈએ. પ્રેરિત પાઊલે કહ્યું કે થેસ્સાલોનીકીના લોકો યહોવાને ઓળખે એ માટે તે પોતાનો જીવ પણ આપવા તૈયાર છે. (૧ થેસ્સા. ૨:૭, ૮) જરા પણ સમય ન હોય તોય આપણે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવી શકીએ?
૨. યહોવા માટેના પ્રેમને લીધે આપણે સમયનો કેવો ઉપયોગ કરીશું?
૨ ભક્તિ કરવા સમય જોઈએ: દેખીતું છે કે ભક્તિ કરવા સમય તો જોઈએ. દાખલા તરીકે: સભામાં જવા, પ્રચાર કામ કરવા, બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવા આપણે નિયમિત રીતે સમય આપીએ છીએ. વ્યસ્ત હોવા છતાં, એક પરિણીત વ્યક્તિ પોતાના સાથી માટે ખુશી ખુશી સમય આપશે. તેથી, કેટલું જરૂરી છે કે ભક્તિ માટે ખુશી ખુશી “સમયનો સદુપયોગ” કરીએ! એમ કરીને આપણે યહોવા માટે પ્રેમ બતાવીએ છીએ. (એફે. ૫:૧૫-૧૭; ૧ યોહા. ૫:૩) ઈસુની આજ્ઞા પ્રમાણે શિષ્યો બનાવવાનું કામ આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. (માથ. ૨૮:૧૯, ૨૦) એના પર મનન કરીશું તો બાઇબલ અભ્યાસ ચલાવવાની જવાબદારી સ્વીકારતા કંઈ રોકશે નહિ.
૩. અમુક સંજોગોમાં બાઇબલ અભ્યાસ ન ચલાવી શકાય, તોપણ એ ચાલુ રહે માટે શું કરીશું?
૩ જો નોકરી, ખરાબ તબિયત કે પછી મંડળની સોંપણીને લીધે અભ્યાસ ચલાવવો મુશ્કેલ લાગે તો શું કરી શકીએ? કોઈક વાર અમુકને બહારગામ જવું પડે ત્યારે, તેઓ ફોન અથવા કૉમ્પ્યુટર પર અભ્યાસ ચલાવે છે. કેટલાકે લાંબી માંદગીમાં હોવાથી પોતાના ઘરે બાઇબલ વિદ્યાર્થીને બોલાવવાની ગોઠવણ કરી છે. તેમ જ, અમુક ભાઈ-બહેનો કોઈ વાર પોતે હાજર ન હોય ત્યારે, એ અભ્યાસ ચલાવવાનું બીજાને કહી રાખે છે.
૪. બાઇબલ અભ્યાસ ચલાવવાથી કેવા આશીર્વાદો મળે છે?
૪ પાઊલને ઘણો આનંદ મળતો જ્યારે તે પોતાનો સમય અને શક્તિ બીજાઓને સત્ય શીખવવા વાપરતા. (પ્રે.કૃ. ૨૦:૩૫) થેસ્સાલોનીકાના લોકોને તેમણે જે મદદ કરી એનો વિચાર કરવાથી તે યહોવાનો આભાર માનવા પ્રેરાયા. (૧ થેસ્સા. ૧:૨) તમે ઘણા વ્યસ્ત હો તોપણ બાઇબલ અભ્યાસ ચલાવતા અચકાશો નહિ. એમ કરશો તો પ્રચાર કામમાં તમારો આનંદ વધશે અને ઘણો સંતોષ મળશે.