બાળકોને શીખવવા આપણી વેબસાઇટનો ઉપયોગ કરીએ
૧. આપણી વેબસાઇટમાં “બાળકો” વિભાગનો હેતુ શું છે?
૧ આપણી jw.org વેબસાઇટ નાનાં-મોટાં દરેકને રસ પડે એ રીતે બનાવવામાં આવી છે. આપણી અંગ્રેજી વેબસાઇટ પર “બાળકો” વિભાગ (બાઇબલ શિક્ષણ > બાળકો) માતાપિતા અને બાળકો વચ્ચેનો, તેમજ યહોવા સાથેનો તેઓનો સંબંધ ગાઢ કરવા મદદ કરે છે. (પુન. ૬:૬, ૭) આ વિભાગની મદદથી આપણે બાળકોને કઈ રીતે શીખવી શકીએ?
૨. બાળક સાથે અભ્યાસ કરવા તેની ઉંમર પ્રમાણેની માહિતી કઈ રીતે પસંદ કરી શકીએ?
૨ ફેરફાર કરીએ: દરેક બાળકની જરૂરિયાતો અલગ અલગ હોય છે. (૧ કોરીં. ૧૩:૧૧) તેથી, બાળક સાથે અભ્યાસ કરવા તેની ઉંમર પ્રમાણેની માહિતી કઈ રીતે પસંદ કરી શકીએ? પોતાને પૂછીએ: ‘મારાં બાળકોને શામાં વધારે રસ પડશે? તેઓ કેટલું સમજશે? તેઓ કેટલો સમય અભ્યાસમાં ધ્યાન આપી શકશે?’ ત્રણ વર્ષ કે એથી નાની ઉંમરનાં બાળકો સાથે “માય બાઇબલ લેસન્સ” મથાળા નીચે આવેલી વાર્તાઓની ચર્ચા કરી શકો. અમુક કુટુંબો “ટીચ યોર ચિલ્ડ્રન” વિભાગમાં આપેલી બાઇબલ વાર્તાઓનો આનંદ માણે છે. હવે પછીના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખી શકો.
૩. “ફૅમિલી વર્શીપ પ્રોજેક્ટ” મથાળા નીચે આપેલી વાર્તાઓ અને એક્ટિવિટીનો માબાપ કઈ રીતે સારો ઉપયોગ કરી શકે?
૩ ફૅમિલી વર્શીપ પ્રોજેક્ટ: એનાથી માબાપને બાળકો સાથે અભ્યાસ કરવા મદદ મળે છે. વાર્તાઓ અને એક્ટિવિટીનો કઈ રીતે ઉપયોગ કરવો એ શીખવા ડાઉનલોડ બટન દબાવો અને દરેક પ્રોજેક્ટ વિશે ‘માબાપોને માર્ગદર્શન’ મથાળાની માહિતી વાંચો. નાનાં બાળકોને શીખવવા પિક્ચર એક્ટિવિટીનો ઉપયોગ કરો, જેમ કે ચિત્રમાં રંગ પૂરો. મોટાં બાળકોને સ્ટડી એક્ટિવિટી પૂરી કરવા મદદ કરો. દરેક પ્રોજેક્ટની બધી એક્ટિવિટી બાઇબલની એક જ વાર્તા અથવા લેસન પર આધારિત છે, જેથી દરેક ઉંમરનાં બાળકો ફૅમિલી વર્શીપ પ્રોજેક્ટમાં ભાગ લઈ શકે.
૪. “યહોવાના મિત્ર બનીએ” (અંગ્રેજી) વિભાગમાં કઈ બાબતો છે?
૪ યહોવાના મિત્ર બનીએ: આપણી વેબસાઇટના આ વિભાગમાં આપેલાં વીડિયો, ગીતો અને પ્રવૃત્તિઓ માબાપને તેમનાં નાનાં બાળકોને ઈશ્વરનું વચન શીખવવા મદદ કરે છે. (પુન. ૩૧:૧૨) દરેક નાનો કાર્ટૂન વીડિયો મહત્ત્વનો બોધ શીખવે છે. પ્રવૃત્તિઓ જેમ કે ‘આ શોધી કાઢો’ રમતોમાંથી પણ કંઈક શીખવા મળે છે. જોકે, બાળકોને ગીત ગાવા ગમે છે અને ગીતો તેઓને શીખેલું યાદ રાખવા મદદ કરે છે. તેથી, કિંગ્ડમ સોંગ અને ખાસ કરીને બાળકો માટે લખાયેલાં ગીતોને નિયમિત રીતે વેબસાઇટ પર મૂકવામાં આવે છે.
૫. બાળકને સત્ય શીખવવા માબાપે શા માટે યહોવા પાસે મદદ માંગવી જોઈએ?
૫ માબાપો, તમે સફળ માતા અને પિતા બનો એવું યહોવા ઇચ્છે છે. તેથી, તમે બાળકને સત્ય શીખવી શકો એ માટે તેમની પાસે મદદ માંગો. (ન્યા. ૧૩:૮) યહોવાની મદદથી તમે તમારા બાળકને ‘ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે જ્ઞાન’ મેળવવા તાલીમ આપી શકશો.—૨ તીમો. ૩:૧૫; નીતિ. ૪:૧-૪.