સવાલ-જવાબ
◼ જો કોઈ બહેન બારણે ઊભા રહીને બાઇબલ અભ્યાસ ચલાવતાં હોય અને તેમની સાથે પ્રકાશક ભાઈ હોય, તો શું બહેને માથે ઓઢવું જોઈએ?
બહેન નિયમિત બાઇબલ અભ્યાસ ચલાવતાં હોય અને પ્રકાશક ભાઈ તેમની સાથે હાજર હોય તો, બહેને માથે ઓઢવું જોઈએ. (૧ કોરીં. ૧૧:૩-૧૦) જુલાઈ ૧૫, ૨૦૦૨નું ચોકીબુરજનું પાન ૨૭ સમજાવે છે: ‘આ પહેલેથી નક્કી કરેલું શિક્ષણ છે કે જ્યાં કોઈ અભ્યાસ ચલાવવામાં આગેવાની લે છે. આ મંડળનો એક વધારાનો ભાગ ગણાશે. તેથી જો કોઈ ખ્રિસ્તી બહેન બાપ્તિસ્મા પામેલા ભાઈની હાજરીમાં અભ્યાસ ચલાવે તો, તેણે માથે ઓઢવું જોઈએ.’ અભ્યાસ ઘરે, બારણે કે બીજા કોઈ સંજોગોમાં ચલાવવામાં આવી રહ્યો હોય ત્યારે પણ એવું જ કરવું જોઈએ.
બીજી બાજુ, જો બારણે બાઇબલ અભ્યાસ શરૂ ન થયો હોય, તો પ્રકાશક ભાઈ સાથે હોય તોપણ બહેને માથે ઓઢવાની જરૂર નથી. પછી ભલે, ફરી મુલાકાત કરવાનો હેતુ બાઇબલ અભ્યાસ કઈ રીતે શરૂ કરવો એ બતાવવાનો હોય અથવા અભ્યાસ માટેના સાહિત્યમાંથી ચર્ચા કરવાનો હોય. અમુક ફરી મુલાકાત કર્યા પછી, સમય જતાં બારણે બાઇબલ અભ્યાસ શરૂ થાય છે. તેથી, સંજોગો પારખીને પ્રકાશકે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ કે ક્યારે માથે ઓઢવું.