તેઓને ‘વિશ્વાસમાં દૃઢ રહેવા’ મદદ કરો
યહોવા પોતાના ભક્તોને ભેગા કરતા જાય છે, એ જોવું સાચે જ ઉત્તેજન આપનારું છે. દર વર્ષે અઢી લાખથી વધારે લોકો બાપ્તિસ્મા પામે છે! (પુન. ૨૮:૨) એક વાર પ્રકાશક પોતાના બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા પામવા મદદ કરે પછી, મોટા ભાગે તેની સાથે અભ્યાસ કરવાનું કદાચ બંધ કરશે અને બીજાઓને મદદ કરવામાં મન લગાડશે. વિદ્યાર્થી પોતે પણ કદાચ અભ્યાસ કરવામાં સમય કાઢવાને બદલે, પ્રચારમાં વધારે સમય આપવાનું વિચારશે. જોકે, બાઇબલના વિદ્યાર્થીઓ માટે એ મહત્ત્વનું છે કે તેઓ સત્યમાં મક્કમ પાયો નાખે. તેઓએ ખ્રિસ્તમાં “જડ ઘાલેલા” અને ‘વિશ્વાસમાં દૃઢ રહેવું’ જોઈએ. (કોલો. ૨:૬, ૭; ૨ તીમો. ૩:૧૨) તેથી, વિદ્યાર્થી બાપ્તિસ્મા પામે પછી પણ બાઇબલ અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી બાઇબલ શીખવે છે? અને “ઈશ્વરનો પ્રેમ” બંને પુસ્તકો પૂરાં ન કરે.—એપ્રિલ ૨૦૧૧, આપણી રાજ્ય સેવા, પાન ૨ જુઓ.