ઓછું વાંચતા આવડતું હોય તેઓને મદદ કરીએ
૧. ઓછું વાંચતા આવડતું હોય એવા લોકોને બાઇબલ શીખવતી વખતે કઈ મુશ્કેલી આવી શકે?
૧ ઓછું વાંચતા આવડતું હોય એવા ઘરમાલિકને ઈશ્વર વિશે શીખવામાં રસ હોય શકે. પણ તેઓને બાઇબલ અને એવા પુસ્તકોમાંથી શીખતા ડર લાગી શકે. જો તેઓને શરૂઆતમાં જ બાઇબલ શીખવે છે પુસ્તક આપીશું, તો બહુ ફાયદો નહિ થાય. તેઓને ઈશ્વર વિશે શીખવા કઈ રીતે મદદ કરી શકીએ? વીસથી વધારે દેશોના અનુભવી ભાઈ-બહેનોને અમે પૂછ્યું કે આ વિશે તેઓ શું કરે છે. તેઓના સૂચનો આ પ્રમાણે છે.
૨. ઓછું વાંચતા આવડતું હોય તેઓને મદદ કરવા કયા સાહિત્ય વાપરી શકીએ?
૨ જો વિદ્યાર્થી અભણ હોય અથવા થોડું વાંચતા આવડતું હોય, તો તમે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકાથી અભ્યાસ શરૂ કરી શકો. અમેરિકાના એક પાયોનિયર ભાઈ ઘરમાલિકને બંને પુસ્તિકા બતાવે છે અને બેમાંથી કઈ પુસ્તિકા વધારે ફાવશે એવું પૂછે છે. કેન્યાની શાખા કચેરી જણાવે છે કે આ પુસ્તિકાઓથી તેઓને ઘણાં સારાં પરિણામ મળ્યાં છે. કારણ કે, આફ્રિકાના લોકોને સવાલ જવાબને બદલે નાની વાર્તાઓ સાંભળીને શીખવાનું ગમે છે. ભણેલા લોકોને સવાલ-જવાબથી અભ્યાસ કરવાનું ગમી શકે. પણ, ઓછું ભણેલાઓને એવું કરવાનું ન ગમે. જો વિદ્યાર્થી થોડું ઘણું વાંચી શકતો હોય, તો ઘણા પ્રકાશકો ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાનો ઉપયોગ કરે છે.
૩. આપણે શું કરીશું તો વાંચતા આવડતું ન હોય એવા લોકોને શીખવા મદદ મળશે?
૩ શાબાશી આપીએ: વાંચતા-લખતાં આવડતું ન હોય એવા લોકોને શરમ આવતી હોય અને પોતાનું કોઈ મહત્ત્વ નથી એવું ઘણાને લાગી શકે. તેઓ મહત્ત્વના છે એવો અહેસાસ કરાવીને આપણે સત્ય શીખવવાની શરૂઆત કરી શકીએ છીએ. વાંચી શકતા નથી તેઓમાં મોટા ભાગના લોકો હોશિયાર હોય છે અને વાંચવા-લખવાનું શીખી શકે છે. તેઓને માન આપો અને નમ્રતાથી વર્તો. (૧ પીત. ૩:૧૫) જો તેઓને લાગે કે પોતાના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે અને ઈશ્વર વિશે શીખવામાં પ્રગતિ કરી રહ્યા છે, તો તેઓ બાઇબલ અભ્યાસ ચાલુ રાખવા પ્રેરાશે. એટલે શાબાશી આપવાનું ચાલુ રાખો.
૪. ઓછું વાંચતા આવડતું હોય એવા વિદ્યાર્થીને અભ્યાસની તૈયારી કરવા કઈ રીતે ઉત્તેજન આપી શકાય?
૪ ઓછું વાંચતા આવડતું હોય એવા વિદ્યાર્થીને પણ અભ્યાસની તૈયારી કરવાનું ઉત્તેજન આપો. આફ્રિકામાં અમુક ભાઈ-બહેનો વિદ્યાર્થીને પોતાના કુટુંબનું કોઈ સભ્ય અથવા દોસ્ત જેને વાંચતા આવડતું હોય તેની મદદ લેવાનું ઉત્તેજન આપે છે. બ્રિટનમાં એક ભાઈ વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન થોડા ફકરાઓ માટે પોતાનું પુસ્તક આપે છે. આમ કરવાથી, વિદ્યાર્થી જોઈ શકે છે કે લીટી દોરેલી હોય તો જવાબ શોધવો સહેલો છે અને તેને તૈયારી કરવા ઉત્તેજન મળે છે. ભારતમાં એક ભાઈ પોતાના વિદ્યાર્થીને જણાવે છે કે આવતા અઠવાડિયાના અભ્યાસ માટે ચિત્રો જુએ અને એના પર મનન કરે.
૫. અભ્યાસ ચલાવતી વખતે આપણે કઈ રીતે ધીરજ બતાવી શકીએ?
૫ ધીરજ રાખીએ: તમે કોઈ પણ સાહિત્ય વાપરો પણ એના મુખ્ય મુદ્દા પર ધ્યાન આપો અને એ સમજવા વિદ્યાર્થીને મદદ કરો. શરૂઆતમાં ફક્ત દસ કે પંદર મિનિટ ચર્ચા કરો. ઘણી બધી માહિતી એક સાથે ન આપો. કદાચ અમુક જ ફકરાઓની ચર્ચા કરી શકો. જો વિદ્યાર્થી વાંચવામાં ધીમો હોય તો ધીરજ રાખો. વિદ્યાર્થી યહોવા વિશે શીખશે તેમ તેને પોતાનું વાંચન સુધારવા ઉત્તેજન મળશે. એમ કરવા પહેલેથી જ તેને સભામાં આવવાનું આમંત્રણ આપો.
૬. વિદ્યાર્થીને વાંચતા લખતાં શીખવા કઈ રીતે મદદ કરી શકીએ?
૬ બાઇબલ વિદ્યાર્થી વાંચવાનું શીખશે તેમ, ઝડપ થી પ્રગતિ કરી શકશે. (ગીત. ૧:૧-૩) ઘણા લોકો અભ્યાસ પછી થોડી મિનિટ વિદ્યાર્થીને વાંચતા લખતાં શીખવા મદદ કરે છે. એ માટે તેઓ પોતાની ભાષામાં અપ્લાય યોરસેલ્ફ ટુ રીડીંગ ઍન્ડ રાઈટીંગ પુસ્તક હોય તો અથવા આ હેતુથી તૈયાર કરવામાં આવેલું કોઈ દુન્યવી સાહિત્ય વાપરે છે. જો વિદ્યાર્થી નિરાશ થઈ જાય, તો તેનો વિશ્વાસ વધારવા શું કરી શકો? જણાવી શકો કે તે કઈ બાબતો યાદ રાખી શક્યા છે અને કઈ રીતે એમ કરી શક્યા છે. તેને ખાતરી અપાવો કે તેના પ્રયત્નોને યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે. તેમ જ, તેને ઉત્તેજન આપો કે મદદ માટે યહોવાને પ્રાર્થના કરે. (નીતિ. ૧૬:૩; ૧ યોહા. ૫:૧૪, ૧૫) બ્રિટનમાં અમુક ભાઈ-બહેનો પોતાના વિદ્યાર્થીને વાજબી અને પૂરા કરી શકે એવા ધ્યેયો બાંધવાનું ઉત્તેજન આપે છે. જેમ કે, મૂળાક્ષરો ઓળખવા, અમુક કલમો શોધવી અને વાંચવી. અને એ પછી, ઓછું ભણેલા લોકો માટે તૈયાર કરેલા સાહિત્ય વાંચવા. લોકોને વાંચતા શીખવવું જ પૂરતું નથી પણ તેઓમાં એમ કરવાનો હોંશ જાગે એવી ભાવના કેળવવી મહત્ત્વની છે.
૭. ઓછું ભણેલી વ્યક્તિને ખુશખબર જણાવતા કેમ અચકાવું ન જોઈએ?
૭ ઓછું ભણેલી વ્યક્તિને યહોવા નીચા ગણતા નથી. (અયૂ. ૩૪:૧૯) પણ, તે દરેકના દિલ જુએ છે. (૧ કાળ. ૨૮:૯) એટલે, આપણે ઓછું ભણેલી વ્યક્તિને ખુશખબર જણાવતા અચકાવું ન જોઈએ. તેઓને શીખવવા માટે આજે આપણી પાસે ઘણાં સાહિત્ય છે, જેનો ઉપયોગ કરી શકીએ. વ્યક્તિ વાંચતા શીખતી જાય તેમ, બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ કરી શકીએ. અને તેને બાઇબલ વધુ સારી રીતે સમજવા મદદ કરી શકીએ.
વાંચતા-લખતાં આવડતું ન હોય એવા લોકોને શરમ આવતી હોય અને પોતાનું કોઈ મહત્ત્વ નથી એવું ઘણાને લાગી શકે. તેઓ મહત્ત્વના છે એવો અહેસાસ કરાવીને આપણે સત્ય શીખવવાની શરૂઆત કરી શકીએ છીએ