સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવીએ
કેમ મહત્ત્વનું: જો આપણે ૨ તીમોથી ૧:૭, ૮ની સલાહ પાડવા માંગતા હોઈએ, તો જરૂરી છે કે ઈશ્વરના રાજ્ય વિશે હિંમતથી જણાવીએ. રાજ્ય વિશે બીજાઓને જણાવવા હિંમત ક્યાંથી મળી શકે?
આ મહિને આમ કરો:
તમે કઈ વ્યક્તિને સાક્ષી આપશો એ સમજી-વિચારીને નક્કી કરો. તક મળે ત્યારે હિંમતથી વાત કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો.