સારાં કામ કરવાં એકબીજાનો ઉત્સાહ વધારીએ
હિબ્રૂ ૧૦:૨૪ કહે છે કે “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાં અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” મંડળનાં ભાઈ-બહેનોને આપણાં દાખલાથી અને વિશ્વાસથી ઉત્તેજન આપી શકીએ છીએ. તેઓને આપણા અનુભવો જણાવીએ. યહોવાની ભક્તિમાં જે આનંદ માણીએ છીએ એ બીજાઓને જોવા દો. ધ્યાન રાખીએ કે, તેઓની સરખામણી આપણી કે બીજાઓ સાથે ન કરીએ. (ગલા. ૬:૪) આપણે તેઓનો વાંક કાઢીશું તો, તેઓ દોષની લાગણી અનુભવશે અને ખરા દિલથી સારાં કામ નહિ કરી શકે. એના બદલે, “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાં” ઉત્તેજન આપીએ. (મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકનું પાન ૧૫૮ ફકરો ૪ જુઓ.) ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ હશે તો, તેઓ માટે આપણે સારાં કામ કરીશું. જેમ કે, પૈસે-ટકે કે પ્રચારમાં મદદ કરવી.—૨ કોરીં. ૧:૨૪.