સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સારી રીતે અભ્યાસ કરતા શીખવીએ
કેમ મહત્ત્વનું: સત્યમાં પ્રગતિ કરવા વિદ્યાર્થી બાઇબલનું મૂળ શિક્ષણ જાણે એટલું જ પૂરતું નથી. તેણે પોતાના હૃદય અને મનમાં બાઇબલનું જ્ઞાન લેતા રહેવાની જરૂર છે. (હિબ્રૂ ૫:૧૨–૬:૧) ખરું કે, અભ્યાસ કરવા ઘણી મહેનત કરવી પડે છે. એમાં આ બે બાબતનો સમાવેશ થાય છે: આપણે પહેલેથી જે જાણીએ છીએ એને નવી સમજણ સાથે સરખાવવી. તેમ જ, શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવી. (નીતિ. ૨:૧-૬) વિદ્યાર્થી પોતાની જાતે સંશોધન કરવાનું શીખશે તો, આપણાં સાહિત્યમાંથી બાઇબલ સવાલોના જવાબો શોધી શકશે. શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવાથી ભાવિમાં આવતી સતાવણીઓનો સામનો કરવા તે તૈયાર થશે.—લુક ૬:૪૭, ૪૮.
આ મહિને આમ કરો:
પ્રકરણ કે ગૌણ મથાળાને અંતે બાઇબલ વિદ્યાર્થીને શીખેલી બાબતો ટૂંકમાં જણાવવા કહો. તમારા પાસે બાઇબલ અભ્યાસ ન હોય તો શું? એમ હોય તો, તમે બાઇબલનો અમુક ભાગ કે ચોકીબુરજમાંથી કોઈ ફકરો વાંચીને એનો સારાંશ આપવાની પ્રેક્ટિસ કરો. એમ કરવાથી, જે વાંચો છો એ સમજવાની તમારી ક્ષમતાને વધારી શકશો.