બાઇબલમાં રહેલો ખજાનો | અયૂ ૩૮-૪૨
બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે
યહોવા ચાહતા હતા કે અલીફાઝ, બિલ્દાદ અને સોફાર માટે અયૂબ પ્રાર્થના કરે
યહોવાએ અલીફાઝ, બિલ્દાદ અને સોફારને અયૂબ પાસે જઈને દહનીયાર્પણ ચઢાવવા જણાવ્યું
અયૂબે તેઓ માટે પ્રાર્થના કરવાની હતી
તેઓ માટે પ્રાર્થના કર્યા પછી, અયૂબને આશીર્વાદ મળ્યા
અયૂબે બતાવેલી શ્રદ્ધા અને ધીરજ માટે યહોવાએ પુષ્કળ આશીર્વાદ આપ્યા
યહોવાએ અયૂબની મુશ્કેલી દૂર કરીને તેમને સારી તંદુરસ્તી આપી
અયૂબે જે બધું સહન કર્યું હતું, એ માટે તેમને મિત્રો અને સગાં પાસેથી સાચો દિલાસો મળ્યો
અયૂબને તેમની સંપત્તિ પાછી મળી, ગુમાવ્યું હતું એનું બમણું યહોવાએ આપ્યું
અયૂબ અને તેમની પત્નીને બીજાં દસ બાળકો થયાં
અયૂબ એ પછી ૧૪૦ વર્ષ જીવ્યા અને પોતાના કુટુંબની ચાર પેઢીઓ જોઈ